
TSRTC સાથે Olectraનું જોડાણ માર્ચ 2019માં 40 ઈ-બસ સાથે શરૂ થયું હતું. આ ઈ-બસો એરપોર્ટથી હૈદરાબાદના વિવિધ સ્થળોએ દોડી રહી છે. બરાબર ચાર વર્ષ પછી માર્ચ 2023માં, Olectra એ TSRTC સાથે ફરી એકવાર 550 ઈ-બસો માટે ભાગીદારી કરી છે.

ઓલેક્ટ્રા બસની ખાસિયત- આ 12 મીટર લંબાઈની વાતાનુકૂલિત બસોમાં 33 થી વધુ લોકો બેસી શકે છે. બસોમાં CCTV કેમેરા, દરેક સીટ માટે ઇમરજન્સી બટન અને મુસાફરોની સુરક્ષા માટે USB સોકેટ છે. બસમાંની લિથિયમ-આયન બેટરી ટ્રાફિક અને પેસેન્જર લોડના ગુણોત્તરના આધારે એક ચાર્જ પર લગભગ 200 કિમીની મુસાફરી કરવા સક્ષમ છે.હાઇ-પાવર AC અને DC ચાર્જિંગ સિસ્ટમ 3-4 કલાકમાં બેટરીને સંપૂર્ણપણે રિચાર્જ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) 6 માર્ચના રોજ બાનેર ડેપો ખાતે 150 ઇલેક્ટ્રિક બસ (Olectra Electric Bus) અને ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતુ.