
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કંપની આગામી મહિને 15મી ઓગસ્ટના રોજ નવી બાઈક લોન્ચ કરી શકે છે. ગયા વર્ષે ઓલાએ ઓગસ્ટમાં ગ્રાહકો માટે એન્ટ્રી લેવલનું ઇલેક્ટ્રિક સ્કૂટર Ola S1X લોન્ચ કર્યું હતું.

Ola Diamondhead : આ આવનારી બાઇક કંપનીનું ફ્લેગશિપ મોડલ હોઈ શકે છે, જેમાં ડાયમંડ શેપ્ડ ફ્રન્ટ લુક, લો-સ્લંગ ક્લિપ-ઓન, હોરિઝોન્ટલ LED સ્ટ્રીપ અને હિડન LED હેડલેમ્પ પોડ્સ જેવી ડિઝાઇન હશે.

Ola Adventure : આ બાઇકનું નામ દર્શાવે છે કે, આ બાઇકને એવા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે જેઓ એડવેન્ચર રાઇડ્સ પસંદ કરે છે. આ બાઇકના આગળના ભાગમાં LED DRL, લાઇટ પોડ્સ, સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને મોટા મિરર્સ આપવામાં આવી શકે છે.

Ola Cruiser: આ બાઇકને DRL અને LED હેડલેમ્પ્સ, લાંબી ફ્યુઅલ ટાંકી, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને LED ટેલ-લેમ્પ જેવી ડિઝાઇન સાથે લોન્ચ કરી શકાય છે. (Image - Ola Electric)