
તેમણે આગળ જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દર્દનાક અને ચિંતાજનક છે. અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. સરકાર દરેક સ્તરે તપાસ કરશે. આ ઘટનામાંથી ઘણું શીખવા મળશે.

તેમણે અકસ્માત સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને આરોગ્ય મંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને સૂચના આપી કે ઘાયલોની સારવાર માટે જે પણ મદદની જરૂર છે તે વહેલી તકે પૂરી પાડવામાં આવે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારના સભ્યોની ખાસ કાળજી લેવી જોઈએ જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
Published On - 6:30 pm, Sat, 3 June 23