
ડ્રાય ફ્રૂટ્સ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ વાળ માટે પણ ખૂબ જ લાભકારક છે. વાળ ઝડપથી વધે તે માટે તમે અનેક પ્રકારના ડ્રાય ફ્રુટ્સને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. જેમા બદામ,અખરોટ જેવા અનેક ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ થાય છે

બદામમાં વિટામિન-E, ફેટી એસિડ અને ફોલેટ હોય છે. તેથી બદામને રોજ પલાળેલીને ખાવાથી તે વાળને પોષણ આપવાનું કામ કરે છે. જેના કારણે વાળ ઝડપથી વધે છે.

અખરોટનુ સેવન કરવાથી તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન ઇ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જેના કારણે વાળ સંબંધિત સમસ્યાઓથી બચાવવાનું એકામ કરે છે અને તમારા વાળને પોષણ આપવાનું કામ કરે છે.

હેઝલનટનું સેવન કરવાથી તે તમારા વાળ માટે ફાયદાકારક છે. તેમાં ઝિંક, વિટામિન ઇ, ઓમેગા 3 અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. હેઝલનટનું સેવન કરવાથી વાળ ઝડપથી વધે છે.

મગફળીમાં વિટામિન E, ઓમેગા 3 ફેટી એસિડ, ઝિંક અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ પોષણ તત્વો વાળ વધારવામાં મદદ કરે છે. તેઓ વાળ સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે.