
આ નવા અપડેટથી તમે પ્રત્યેક લિંક કરેલા ડિવાઈસ પર સ્વતંત્ર રીતે કામ કરી શકશો. જ્યારે પ્રાઈમરી ડિવાઈસ પર કોઈ નેટવર્ક ન મળે ત્યારે અન્ય સેકેન્ડરી ડિવાઈસ પર એકાઉન્ટ એક્સેસ કરી શકાશે.

વોટ્સએપ એકાઉન્ટને ઘણી રીતે લિંક કરી શકાય છે. જો તમે તમારા પ્રાઈમરી ડિવાઈસને અન્ય ઉપકરણ પરના વોટ્સએપ એકાઉન્ટ સાથે પણ લિંક કરવા માંગો છો, તો તમારે સેકેન્ડરી ડિવાઈસની વોટ્સએપ એપ્લિકેશનમાં ફોન નંબર દાખલ કરવો પડશે. હવે તમારા પ્રાઈમરી ડિવાઈસ પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરવો પડશે. એ જ રીતે, પ્રાઈમરી ડિવાઈસ પર કોડ સ્કેન કરીને અન્ય ઉપકરણોને પણ લિંક કરી શકાય છે.