
રૂપાલી ગાંગુલી ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ મોટી અભિનેત્રી છે. તમને જણાવી દઈએ કે તે એક અઠવાડિયા માટે લગભગ 20 થી 25 લાખ રૂપિયા ફી લે છે. હવે રૂપાલી સાથે સ્પર્ધા કરવા માટે બીજી અભિનેત્રી ટીવી ઈન્ડસ્ટ્રીમાં આવી રહી છે, જોકે આ અભિનેત્રી પહેલા પણ ટીવી સિરિયલથી મોટું નામ બનાવી ચૂકી છે અને હવે ફરી ટીવી કમબેક કરવા જઈ રહી છે.

અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ "સ્મૃતિ ઈરાની" છે. સ્મૃતિ ઈરાની અભિનેત્રી હોવાની સાથે રાજકારણી પણ છે. સ્મૃતિ "ક્યોંકી સાસ ભી કભી બહુ થી" સીરિયલમાં કામ કરી ચૂકી છે જોકે હવે આ જ સિરિયલના પાર્ટ-2થી કમબેક કરી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, સ્મૃતિને આ સીરિયલમાં તુલસીનું પાત્ર ભજવવા માટે લગભગ 14 લાખ રૂપિયા ફી મળી રહી છે. આ ફી પછી, હવે સ્મૃતિ ઈરાની 2025ની સૌથી મોંઘી ટીવી અભિનેત્રી છે. તેણે રૂપાલી ગાંગુલીને પણ પાછળ છોડી દીધી છે.

તમને જણાવી દઈએ કે આ સીરિયલની પહેલી સીઝનમાં અભિનેત્રીએ એક એપિસોડ માટે ફક્ત 8000 રૂપિયા ચાર્જ કર્યા હતા. જોકે, તે સમય માટે આ રકમ ઘણી હતી. જેમ જેમ શોની પોપ્યુલારીટી વધતી ગઈ તેમ તેમ અભિનેત્રીની ફી પણ વધતી ગઈ. તેની ફી 8000 થી વધીને 50000 થઈ ગઈ હતી. જે બાદ હવે સિઝન-2માં એક એપિસોડના 14 લાખ રુપિયા લઈ રુપાલીનો પણ રેકોર્ડ તોડી રહી છે.
Published On - 2:53 pm, Thu, 5 June 25