ઉત્તર કોરિયાએ આ વખતે મામૂલી નહીં પરંતુ ‘હાયપરસોનિક મિસાઈલ’નું પરિક્ષણ કર્યું, જાણો કેટલી ખતરનાક છે

|

Jan 06, 2022 | 10:22 AM

North Korea Hypersonic Missile: ઉત્તર કોરિયાએ નવા વર્ષની શરૂઆત હાઈપરસોનિક મિસાઈલના પરીક્ષણથી કરી હતી. જે ખૂબ જ ખતરનાક હથિયાર છે.

1 / 8
 બુધવારનું મિસાઈલ પરીક્ષણ એક હાયપરસોનિક હથિયાર હતું અને તેણે સફળતાપૂર્વક તેના લક્ષ્યાંકને નિશાન બનાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો છતાં આ દેશનો શસ્ત્રોનો ક્રેઝ ઓછો થઈ રહ્યો નથી. જેના કારણે વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે. ઉત્તર કોરિયાની આ હરકતો પર જાપાન અને દક્ષિણ કોરિયા પણ નજર રાખી રહ્યા છે.

2 / 8
બેલિસ્ટિક મિસાઇલો (Ballistic Missile)પૃથ્વી પર પાછા ફરતા પહેલા અવકાશના બહારના ભાગમાં ઉડે છે, જ્યારે હાયપરસોનિક શસ્ત્રો ઓછી ઉંચાઈ પર લક્ષ્યો તરફ ઉડે છે અને તેની ઝડપ અવાજ કરતા પાંચ ગણી વધારે છે. આ ઝડપ 6,200 કિલોમીટર પ્રતિ કલાક (3,850 mph) સુધી પહોંચી શકે છે.

3 / 8
 સમાચાર એજન્સી KCNA કહે છે, "હાયપરસોનિક મિસાઈલ ક્ષેત્રમાં શસ્ત્રોના પ્રક્ષેપણમાં મળેલી સફળતાઓ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, તે દર્શાવે છે કે દેશ સશસ્ત્ર દળોના આધુનિકીકરણના કાર્યને ઝડપી બનાવી રહ્યો છે."

4 / 8
બુધવારના પરીક્ષણમાં, 'હાયપરસોનિક ગ્લાઈડિંગ વોરહેડ' તેના રોકેટ બૂસ્ટરથી અલગ થઈ ગયું અને 700 કિમી (435 માઈલ) ના અંતરે લક્ષ્યને ફટકારતા પહેલા 120 કિમી (75 માઈલ) ની ઝડપે આગળ વધ્યું,

5 / 8
 મિસાઈલે 'મલ્ટી-સ્ટેપ ગ્લાઈડ જમ્પ ફ્લાઈટ અને મજબૂત દાવપેચ'ના સંયોજનને કરવા માટે તેની ક્ષમતા દર્શાવી છે. જો કે, આનાથી પરમાણુ બોમ્બ કે લાંબા અંતરના પરીક્ષણો થયા નથી.

6 / 8
વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ તાજેતરના વર્ષોમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલો (ICBM) દ્વારા દક્ષિણ કોરિયા અને યુએસની જેમ મિસાઇલ સંરક્ષણને દૂર કરવામાં સક્ષમ થવાના ઉદ્દેશ્ય સાથે 2017 થી વધુ દાવપેચ હાથ ધર્યા છે, જેના હેઠળ મિસાઇલો અને વોરહેડ્સ વિકસાવવામાં આવ્યા છે અને લોન્ચ કરવામાં આવ્યા છે.

7 / 8
આ દેશે પહેલીવાર સપ્ટેમ્બરમાં હાઇપરસોનિક મિસાઇલ હવાસોંગ-8નું પરીક્ષણ કર્યું હતું. હાઇપરસોનિક શસ્ત્રો નેક્સ્ટ જનરેશન વેપન્સ તરીકે ગણવામાં આવે છે. જે અવકાશમાં પણ વસ્તુઓને નિશાન બનાવી શકે છે.

8 / 8
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને(Kim Jong un)  ભૂખથી મરી રહેલા લોકોની પરવા કર્યા વગર નવા વર્ષની શરૂઆત શસ્ત્રોના લોન્ચિંગ સાથે કરી હતી. પરંતુ આ વખતે કોઈ નાની નહિ પરંતુ હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

Next Photo Gallery