
રાજકોટના આ શિક્ષક અને મીનીએચર રાઈટર એ વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા તૈયાર કરી છે. આ હનુમાન ચાલીસાનું વજન માત્ર 700 મીલિગ્રામ એટલે કે પોણો ગ્રામ છે અને તેની સાઈઝ 30×5 મિલીમીટર છે.

નિકુંજ ભાઈએ આ રીતે જ રામાયણ, મહાભારત, ભગવત ગીતા અને શિક્ષાપત્રી જેવા ધાર્મિક ગ્રંથોનું પણ સૂક્ષ્મ પુસ્તકમાં નિર્માણ કર્યું છે.

આ ઉપરાંત નિકુંજ ભાઈએ એક તલના દાણા પર આખી ABCD લખી છે. એક તલનો દાણો હાથમાં લેવો મુશ્કેલ છે. જેના પર નિકુંજ ભાઈએ 26 આલ્ફાબેટ્સ લખ્યા છે.

નિકુંજ ભાઈને આ પ્રકારના આવિષ્કાર બદલ 2006 અને 2009માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને 2010માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. નિકુંજ વાગડીયાએ તૈયાર કરેલી અમુક બુક તો નરી આંખે જોઈ શકવી પણ મુશ્કેલ છે.