નવપરણીત લોકો માટે પ્રથમ લોહરી ખુબ ખાસ હોય છે. આ વર્ષે ઘણા મોટા સ્ટાર માટે લગ્ન બાદ આ પ્રથમ લોહરી છે. તેમાંથી એક કપલ છે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ. અભિનેત્રીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણી સુંદર તસ્વીરો શેયર કરી છે.
તસ્વીરોમાં વિક્કી અને કેટ ખુબ ખુશ નજર આવી રહ્યા છે. કેટરીના લાલ રંગના પંજાબી ડ્રેસમાં અને વિક્કી કૌશલ કેઝ્યુઅલ લુકમાં દેખાઈ રહ્યા છે.
વિક્કીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેયર કર્યા છે. ન્યૂલી વેડ કપલ ફેસ્ટિવલને એન્જોય કરતું નજરે પડી રહ્યું છે.
વિક્કી અને કેટરીનાની પ્રથમ લોહરીની તસ્વીરો જોઈ ફેન્સ ખુબ ખુશ છે. એક ચાહકે લખ્યું કે ઈશ્વર તમારા બંનેની ખુશીને આ રીતે બનાવી રાખે.
વિક્કી અને કેટરીનાના લગ્નને એક મહિનો થઈ ગયો છે. બંનેએ 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં પરિવારના સભ્ય અને નજીકના લોકો જ હાજર હતા.