
બાઇકમાં નવું શું હશે? : મળતી માહિતી મુજબ, નવી યામાહા RX100 મોટા અને વધુ શક્તિશાળી ફ્યુઅલ-ઇન્જેક્ટેડ પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ હશે. બાઇકમાં LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL), ઇલેક્ટ્રિક સ્ટાર્ટ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી નવી સુવિધાઓ પણ મળી શકે છે.

શું હશે બાઇકની કિંમત? : યામાહાએ હજુ સુધી એ જણાવ્યું નથી કે ભારતમાં નવું RX100 ક્યારે લોન્ચ થશે. જો કે અનુમાન છે કે કંપની તેને 2024માં લોન્ચ કરી શકે છે. દેશની સૌથી યોગ્ય વ્યાજબી કિંમતવાળી યામાહા મોટરસાઇકલ પૈકીની એક, બાઇકની કિંમત 1.25 લાખથી 1.5 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.
Published On - 1:22 pm, Thu, 15 February 24