Technology: હવે ભૂલી જશો WhatsApp! Telegramમાં આવ્યા નવા ફિચર્સ અપડેટ
ટેલિગ્રામે પહેલાથી જ યુઝર્સને 2GB સુધીની ફાઈલો શેયર કરવાની સુવિધા આપી છે. હવે જ્યારે ફાઈલ ડાઉનલોડ થઈ રહી હોય ત્યારે યુઝર્સને સર્ચ બારમાં એક નવું આઈકન દેખાશે. આ સાથે તેઓ ડાઉનલોડ મેનેજરને ઍક્સેસ કરી શકે છે, જ્યાં તેઓ બધી ડાઉનલોડ કરેલી ફાઇલો જોઈ શકે છે.
1 / 6
ટેલિગ્રામ (Telegram)માટે એક નવું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. આ અપડેટ પછી ટેલિગ્રામમાં ઘણા નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. આ ફીચર્સ આવ્યા બાદ વોટ્સએપ ઘણું પાછળ રહી ગયું છે. નવા અપડેટમાં, ડાઉનલોડ મેનેજર, રિડિઝાઇન લોગિન ફ્લો, લાઇવ બ્રોડકાસ્ટ માટે સપોર્ટ અને અન્ય સુવિધાઓ બહાર પાડવામાં આવી છે.
2 / 6
ડાઉનલોડ મેનેજર
ટેલિગ્રામે પહેલાથી જ યુઝર્સને 2GB સુધીની ફાઇલો શેર કરવાની સુવિધા આપી છે. હવે જ્યારે ફાઇલ ડાઉનલોડ થઈ રહી હોય ત્યારે યુઝર્સને સર્ચ બારમાં એક નવું આઈકન દેખાશે. આ સાથે, તેઓ ડાઉનલોડ મેનેજરને ઍક્સેસ કરી શકે છે જ્યાં તેઓ બધી ડાઉનલોડ કરેલી ફાઇલો જોઈ શકે છે.
3 / 6
New Attachment Menu
ટેલિગ્રામ વપરાશકર્તાઓને હવે એક નવું મેનૂ મળશે જેમાંથી તેઓ મલ્ટીપલ ફાઇલો પસંદ કરી અને મોકલી શકશે. આ મેનુને ટોચ પર આપેલ Selected પર ટેપ કરીને ઍક્સેસ કરી શકાય છે. આમાં, ચેટમાં આલ્બમ કેવું દેખાશે તેનો પ્રીવ્યુ કરી શકાય છે. આ ઉપરાંત, તેણે એન્ડ્રોઇડ એપ માટે ટ્રાંસપેરેન્સી ઈફેક્ટ પણ રજૂ કરી છે.
4 / 6
Redesigned Login Flow અને Phone Number Links
કંપનીએ કહ્યું છે કે તે એન્ડ્રોઇડ અને MacOS-આધારિત એપ્સ માટે રિડિઝાઇન કરેલ લોગિન ફ્લો બહાર પાડી રહી છે. આ સિવાય યુઝર્સ પોતાની પ્રોફાઇલ માટે એક યુનિક નામ બનાવી શકશે. આ માટે તેમણે સેટિંગ પેજ પર જવું પડશે. આની મદદથી યુઝર્સ પોતાની પ્રાઈવસી માટે ફોન નંબરની જગ્યાએ યુઝરનેમ સર્ચ કરી શકે છે.
5 / 6
Live Streaming With Other Apps
ટેલિગ્રામે અમર્યાદિત લોકો સાથે લાઇવ સ્ટ્રીમિંગ માટે સપોર્ટ પણ બહાર પાડ્યો છે. કંપનીએ કહ્યું કે આ અપડેટ પછી યુઝર્સ સ્ટ્રીમિંગ ટૂલ દ્વારા બ્રોડકાસ્ટ કરી શકશે. આ માટે, તેઓ OBS સ્ટુડિયો અને XSplit બ્રોડકાસ્ટર ટૂલનો ઉપયોગ કરી શકે છે.
6 / 6
નવું t.me પેજ
કંપની t.me લિંક્સ પણ બહાર પાડવામાં આવી છે. આ વપરાશકર્તાઓને ટેલિગ્રામ માટે સાઇન અપ કર્યા વિના પણ તેમના બ્રાઉઝર પર પ્રોફાઇલ્સ, પોસ્ટ્સ અથવા સાર્વજનિક ચેનલો જોવાની મંજૂરી આપે છે. (All Photo: Aajtak) Edited By Pankaj Tamboliya