
તમને જણાવી દઈએ કે આ હસિના દયા બેન નહીં પણ 'મોના'નું પાત્ર ભજવશે. હવે આ મોના ગોકુલધામ સોસાયટીની વાર્તામાં શું જોરદાર વળાંક લાવશે? તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ, આ શોના ચાહકો માને છે કે મોના આ સોસાયટીમાં આવ્યા પછી, પોપટલાલને ચોક્કસપણે તેનો પ્રેમ મળશે. હવે શું મોના અને પોપટલાલના હૃદય એક થશે કે પછી આ પાત્રને કોઈ અન્ય કારણોસર આ શોમાં લાવવામાં આવ્યું છે? સમય જ કહેશે.

અન્વી તિવારી એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પહેલા, અન્વીએ ઘણા ક્રાઈમ ટીવી શો અને વેબ સિરીઝમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. તેની સુંદરતા અને અભિનય પ્રતિભાએ હંમેશા દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવા મોટા અને લોકપ્રિય શોનો ભાગ બનવું તેની કારકિર્દીમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. અન્વીના ચાહકો તેને આ નવી શૈલીમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે શું અન્વી ગોકુલધામ સોસાયટીમાં ફિટ થશે કે નહીં તે તેનુ પાત્ર જોયા પછી જ ખબર પડશે.