
ગાડીના ડેશબોર્ડ પર : મોટાભાગના લોકો ગાડી ચલાવતા મોબાઈલને ડેશબોર્ડ પર મુકે છે ત્યારે ગાડીના ડેશબોર્ડ પર ફોન રાખવાથી ફોનની બેટરીને નુકસાન પહોંચે છે.

રસોડામાં : ઘણા લોકો મોબાઈલ ફોનને રસોડામાં લઈને યુઝ કરે છે. આમ તો ફોનને સલામત જગ્યાએ મુક્યો હોય તો કોઈ વાંધો નથી પણ જો ફોનને ગેસનો ગરમાવો અડી રહ્યો હશે તો ફોન ખરાબ થઈ જશે કે ઓવર હીટિંગ થઈ શકે છે, તેમજ જો આસ-પાસ પાણી પડ્યું હશે તો ફોનમાં પાણી ભરાઈને બગડી જશે.

ફ્રીજ કે ઉપર કે કોઈ ઈલેક્ટ્રોનીક વસ્તુ પર : મોટાભાગના લોકોને ફોનને ફ્રીજ કે કોઈ ઈલેક્ટ્રોનીક વસ્તુ પર મુકવાની આદત હોય છે. જોકે આમ કરવું તમારા ફોનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ફોનને રેફ્રિજરેટરમાં રાખવાથી તાપમાનમાં ઝડપી ફેરફાર થશે. આ હેન્ડસેટને નુકસાન પહોંચાડી શકે છે.
Published On - 12:47 pm, Mon, 23 December 24