
Neelam Linens and Garments ના IPOનું કદ 13 કરોડ રૂપિયા હતું. કંપનીએ IPO દ્વારા 54.18 લાખ નવા શેર જાહેર કર્યા છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે ફ્રેશ શેર પર આધારિત હતો. તમને જણાવી દઈએ કે, કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 3.69 કરોડ એકત્ર કર્યા હતા. એન્કર રોકાણકારોને જારી કરાયેલા 50 ટકા શેરનો લોક-ઇન સમયગાળો માત્ર 30 દિવસનો છે.

કંપનીના IPOને 3 દિવસમાં લગભગ 100 વખત સબસ્ક્રિપ્શન મળ્યું છે. IPO રિટેલ કેટેગરીમાં 57.82 વખત, બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણીમાં 273 ગણો અને લાયક સંસ્થાકીય ખરીદદારોની શ્રેણીમાં 15.40 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.