Navratri 2023 : નવરાત્રીમાં રાત્રે પહેરો સુંદર ડ્રેસ, આ એક્ટ્રેસના આઉટફિટમાંથી પ્રેરણા લો

|

Oct 12, 2023 | 3:18 PM

આસો નવરાત્રીની ઉજવણી આખા ભારતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. મા દુર્ગાના ઉત્સવની ઉજવણીમાં ઘણી જગ્યાએ મોટા પંડાલો સજાવવામાં આવ્યા છે. તહેવારમાં આકર્ષક દેખાવા માટે તમે આ બોલિવૂડ એક્ટ્રેસ પાસેથી ફેશન ટિપ્સ લઈ શકો છો.

1 / 5
શ્રદ્ધા કપૂરનો લહેંગા લુક - તમે શ્રદ્ધા કપૂરની જેમ નારંગી રંગનો લહેંગા પહેરી શકો છો. આ લહેંગા આકર્ષકની સાથે વજનમાં પણ હલકો છે. દાંડિયા નાઈટમાં અલગ અને સુંદર દેખાવા માટે તમે આ લુકને કોપી કરી શકો છો.

2 / 5
રેડ સાડી લુક - નોરતામાં આકર્ષક દેખાવા માટે તમે લાલ રંગની સાડી પહેરી શકો છો. કેટરીના કૈફની લાલ રંગની સાડીમાંથી તમે પ્રેરણા લઈ શકો છો.  તમે એક્ટ્રેસની જેમ મેકઅપ, કાનની બુટ્ટી અને કપાળ પર બિંદી વડે તમારો લુક કમ્પ્લીટ કરી શકો છો.

3 / 5
બનારસી સાડી - આલિયા ભટ્ટની જેમ તમે પીરોજી રંગની સાડી પહેરીને યુનિક લાગી શકો છો. આલિયાનો સ્લીવલેસ બ્લાઉઝ લુક ઘણો આકર્ષક લાગે છે. ગુલાબી લિપસ્ટિક મેકઅપ પર ચાર્મ ઉમેરી રહી છે.

4 / 5
અનારકલી સૂટ - સિમ્પલ અને આકર્ષક લુક માટે અનારકલી સૂટ નોરતાની રાત્રે પહેરી શકાય છે. બજારમાં તેની ડિઝાઇન વધારે જોવા મળી રહી છે. તમે અનારકલી સૂટ સરળતાથી મેળવી શકો છો. જે તમને બજારમાં રૂપિયા 500 થી લઈને રૂપિયા 1000ની વચ્ચે મળી રહે છે.

5 / 5
આ બાબતો ધ્યાનમાં રાખવું જોઈએ - નોરતામાં ડાન્સ કે અન્ય એક્ટિવીટીનો ભાગ બનવું પડે છે. તેથી ફેશનેબલ બનવા માટે ભારે વસ્ત્રો અને હેવી મેકઅપ કરવાનું ટાળવું જોઈએ. લાઇટ મેકઅપ અને લાઇટ આઉટફિટ બેસ્ટ છે.

Next Photo Gallery