Engineeringની 10 અજાયબીઓ, જેમાં ભારતની અજાયબીઓ પણ છે સામેલ, જેને જોઈને તમે કહેશો, "વાહ, શું અદ્ભુત દિમાગ લગાવ્યું..!!"

|

Sep 15, 2022 | 3:42 PM

Sir M. Visvesvarayaની સ્મૃતિમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ 'National Engineers Day' ઉજવવામાં આવે છે. એન્જીનિયર્સ ડે નિમિત્તે, ચાલો વિશ્વના સૌથી અદભૂત એન્જિનિયરિંગ અજાયબીઓ પર એક નજર કરીએ.

1 / 11
દેશમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરે નેશનલ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમને ભારતના મહાન એન્જિનિયરોમાંના એક ગણવામાં આવે છે. આ દિવસ સર  M Visvesvarayaને શ્રદ્ધાંજલિ આપવા અને દેશભરના તમામ એન્જિનિયરોનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, એન્જિનિયર્સ ડેના અવસર પર, ચાલો આપણે એન્જિનિયરિંગના અજાયબીઓને જોઈએ, જેને જોઈને વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું. (ફાઇલ ફોટો)

2 / 11
ચેનલ ટનલ ફ્રાન્સ અને ઈંગ્લેન્ડને જોડતી ભૂગર્ભ રેલવે ટનલ છે. તેને 'યુરોટનલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની લંબાઈ 50 કિમી છે. યુરોટનલમાં કુલ ત્રણ ટનલ છે. બે રેલ ટનલ અને એક સુરક્ષા અને સેવા ટનલ છે. (AFP)

3 / 11
આકાશી કૈક્યો બ્રિજ વિશ્વના ભવ્ય એન્જિનિયરિંગ અજાયબીઓમાંનો એક છે. આ વિશ્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ છે. આ બ્રિજ પશ્ચિમ જાપાનમાં સ્થિત છે અને એપ્રિલ 1998માં ઓ ફિશિયલ રીતે ખોલવામાં આવ્યો હતો. આ છ લેનનો પુલ જાપાનના કોબે અને ઇવાયા શહેરોને જોડે છે. (ફાઇલ ફોટો)

4 / 11
પૃથ્વીની બહાર મનુષ્યોનું ઘર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. તે 1998માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને બે દાયકા કરતાં વધુ સમયથી અવકાશમાં છે. અવકાશયાત્રીઓ પણ અહીં અનેક પ્રયોગો કરે છે. સ્પેસ સ્ટેશન દર 90 મિનિટે પૃથ્વીની પરિક્રમા કરે છે. (નાસા)

5 / 11
દુનિયાની સૌથી ઊંચી ઈમારત દુબઈમાં આવેલી છે, જેને લોકો બુર્જ ખલીફા તરીકે ઓળખે છે. બુર્જ ખલીફા 829.8 મીટરની ઉંચાઈ વાળી ઇમારત છે. આ બિલ્ડિંગનું બાંધકામ 2004માં શરૂ થયું હતું. બિલ્ડિંગના નિર્માણ સમયે તેની ઊંચાઈ છુપાવવામાં આવી હતી. (AFP)

6 / 11
ચીનમાં બેઇજિંગ નેશનલ સ્ટેડિયમને 'બર્ડ્સ નેસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરના સમયની એન્જિનિયરિંગની આ સૌથી અનોખી અજાયબી છે. તેની ડિઝાઇન પક્ષીના માળા જેવી છે. તેનું બાહ્ય પડ સ્ટીલનું બનેલું છે, જે તેને સ્ટીલનું સૌથી મોટા માળખા વાળી ઈમારત બનાવે છે. (AFP)

7 / 11
દુબઈ તેના મેગા પ્રોજેક્ટ્સ માટે જાણીતું છે અને પામ આઈલેન્ડ તેનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. આ ટાપુઓ માનવ નિર્મિત સૌથી પ્રસિદ્ધ ટાપુઓ છે, અને પામ વૃક્ષના આકારને કારણે આ નામ આપવામાં આવ્યું છે. પામ આઇલેન્ડ દુબઇનું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ છે. (AFP)

8 / 11
હિમાચલ પ્રદેશમાં મનાલીને લદ્દાખના લેહથી જોડતી અટલ ટનલ ભારતમાં એન્જિનિયરિંગ અજાયબીઓનું ઉદાહરણ છે. આ ટનલની લંબાઇ 9.02 કિમી છે અને તે સમુદ્ર સપાટીથી 10,000 ફૂટથી વધુની ઉંચાઈ પર સ્થિત છે. (પીટીઆઈ)

9 / 11
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાશે એકતા પરેડ

10 / 11
દેશનો પ્રથમ એસિમ્ટ્રિકલ કેબલ-સ્ટે બ્રિજ દિલ્હીમાં બનાવવામાં આવ્યો હતો. જે 'સિગ્નેચર બ્રિજ' તરીકે ઓળખાય છે. તે દિલ્હીના વજીરાબાદને પૂર્વ દિલ્હી સાથે જોડે છે. તે શહેરનું સૌથી ઊંચું માળખું છે અને કુતુબમિનારની ઊંચાઈથી લગભગ બમણી છે. (પીટીઆઈ)

11 / 11
લાર્જ હેડ્રોન કોલાઈડર એ સૌથી મોટું પાર્ટિકલ એક્સિલરેટર છે અને આધુનિક કેન્સરની સારવારમાં તેણે જબરદસ્ત ભૂમિકા ભજવી છે. તે 175.26 મીટર લાંબો છે અને તેનો પરિઘ 27.26 કિલોમીટર છે. (AFP)

Next Photo Gallery