
મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમ થકી નંદઘરનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન પણ મહિલા મંત્રીના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ અવસરે વિવિધ સ્ટોલની આમંત્રિત મહેમાન અને મંત્રી ભાનુબેન બાબરિયા સહીત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત કરી માહિતી મેળવી હતી

વ્હાલી દિકરી યોજનાના તેમજ ગંગા સ્વરૂપા બહેનો પુનઃ લગ્ન સહાયનું સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ નીતિ આયોગ, યુનિસેફ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી ગરૂડેશ્વર તાલુકામાં શરૂ કરેલા “ECD પ્રોજેક્ટ” અંતર્ગત આપવામાં આવનાર પોષણ કપનું ટોકન સ્વરૂપે બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું.