
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી જન જન સુધી સરકારની વિકાસ યોજનાઓની માહિતી પૂરી પાડવાનો આશય રહેલો છે. નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લો હોય છેવાડાના માનવી અને જન જનના કલ્યાણ થકી જિલ્લા-રાજ્યની વિકાસ ગાથામાં સહભાગી બની દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં જિલ્લા વહિવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ યાત્રા થકી સરકાર લોકોના આંગણે આવી લોકોની સમસ્યાઓ સાંભળી રહી છે. અંત્યોદયની વિચારધારા અને અંત્યોદયનો વિકાસ-ઉદય અને પરિવર્તન આવે તે દિશામાં કાર્ય કરવાની પ્રેરણા આ યાત્રા આપી રહી છે. જેમાં સૌ નાગરિકોને જોડાઈ રહ્યા છે.

આ વર્ષને સમગ્ર વિશ્વ મિલેટ વર્ષ - ૨૦૨૩ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં મિલેટ્સ ધાન્યોની ખેતી કરવામાં આવે છે. સ્થાનિક વિસ્તારમાં ઉપલબ્ધ મિલેટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ અને ફળોનું આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સ્ટોલ પ્રદર્શન થકી લોકો મિલેટ્સને રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવો સરાહનીય પ્રયાસ કર્યો હતો.
Published On - 8:17 am, Mon, 4 December 23