Delhi : આગના ધૂમાડાના કારણે સમગ્ર આકાશ ઢંકાયુ, તસવીરોમાં જુઓ ‘મુંડકા અગ્નિકાંડ’ના મોતનું મંજર
પોલીસે(Delhi Police) જણાવ્યું કે કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે. તમને જણાવી દઈએ કે, ફાયર બ્રિગેડના જવાનો હાલ સ્થળ પર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.(ANI)
1 / 6
દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ત્રણ માળની ઈમારતમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. (PTI)
2 / 6
પોલીસે જણાવ્યું કે બિલ્ડિંગમાંથી 60-70 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે,જ્યારે હજુ કેટલાક લોકો અંદર ફસાયેલા છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડના જવાનો આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. (PTI)
3 / 6
ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ 4.40 કલાકે મળી હતી, ત્યારબાદ 24 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા,હાલ બચાવ કામગીરી ચાલુ છે. (PTI)
4 / 6
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળતાં જ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.(PTI)
5 / 6
આઉટર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) સમીર શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીઓની ઓફિસ છે. મળતી માહિતી મુજબ આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી જ્યાં CCTV કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે. (PTI)
6 / 6
પોલીસે જણાવ્યું કે કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે. તમને જણાવી દઈએ કે, ફાયર બ્રિગેડના જવાનો હાલ સ્થળ પર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.(ANI)
Published On - 7:26 am, Sat, 14 May 22