
હજી સુધી, મુનાવર તરફથી તેના બીજા લગ્નને લઈને કોઈપણ પ્રકારની માહિતી બહાર આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. મુંબઈની આઈટીસી ગ્રાન્ડ હોટેલમાં નિકાહ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા.

જો આપણે મહેજબીનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો તેણે ઘણી મોટી હસ્તીઓ માટે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. એક મોટું નામ છે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી. જ્યારે ધનશ્રી ડાન્સ ટીવી રિયાલિટી શો 'ઝલક દિખલા જા'નો ભાગ હતી, તે જ સમયે મેહજબીન તેના માટે કામ કરતી હતી. તેના ઇન્સ્ટાગ્રામ બાયો મુજબ તેણે લંડન કોલેજ ઓફ મેકઅપમાંથી ટ્રેનિંગ લીધી છે.