
શેતૂરમાં વિટામિન સી, ઝિંક અને વિટામિન એ જેવા તત્વો મળી આવે છે, તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેથી તમારા શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત કરી શકાય. શેતૂરમાં કેલ્શિયમ જોવા મળે છે અને કેલ્શિયમ હાડકાંને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શેતૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે શેતૂરમાં એન્ટિ-હાયપરટેન્સિવ અસર જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. શેતૂરમાં ડાયેટરી ફાઈબર જોવા મળે છે, સાથે જ લોહીમાં મોજૂદ ચરબી ઘટાડવાની અસર હોવાથી તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, સાથે જ હૃદય પણ સ્વસ્થ રહે છે.

આંખોને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે શેતૂરનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે શેતૂરમાં વિટામિન એ જોવા મળે છે, જે આંખોને સ્વસ્થ રાખવામાં અને આંખોની રોશની વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

જે લોકોનું બ્લડ શુગર લેવલ ઓછું હોય તેમણે શેતૂરનું સેવન ટાળવું જોઈએ. કારણ કે તેનાથી શુગર લેવલ વધારે નીચું થઈ શકે છે.

ઘણા લોકોને શેતૂરથી એલર્જી હોય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે. જો કિડનીની બીમારીની ફરિયાદ હોય તો શેતૂરનું સેવન ટાળવું જોઈએ. શેતૂરના સેવનના કારણે નુકસાન થઈ શકે છે