
ડિજિટલ કેમેરા અને 1.77 ઇંચની સ્ક્રીન સાઇઝવાળા આ ફોનની ખાસ વાત એ છે કે આ ફોન UPI પેમેન્ટને પણ સપોર્ટ કરે છે. આ સિવાય તમે આ ફોનમાં લાઈવ ટીવી ચેનલો પણ જોઈ શકો છો. કેમેરા, ટોર્ચ, 23 ભાષાઓના સપોર્ટ અને એફએમ રેડિયો ઉપરાંત આ ફોનમાં Jio Saavn અને Jio Pay જેવી એપ્સ માટે પણ સપોર્ટ છે.

સિંગલ નેનો સિમ પર કામ કરતો આ ફોન ફક્ત Jio સિમ પર જ કામ કરે છે, એટલે કે આ ફીચર ફોનમાં Vi, Airtel અથવા BSNL સિમ સપોર્ટ કરશે નહીં. કંપનીએ આ ફોન માટે અલગ પ્લાન પણ તૈયાર કર્યા છે, આ ફોનનો સૌથી સસ્તો પ્લાન 123 રૂપિયાનો છે જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 0.5 જીબી ડેટા, ફ્રી કોલિંગ અને 300 એસએમએસની સાથે જિયો ટીવીની ફ્રી એક્સેસ પણ મળે છે.