Photos: ફ્રીમાં જોઈ શકાશે અમૃત ઉદ્યાન, આવતીકાલે થશે ‘મુઘલ’માંથી ‘અમૃત’ બનેલા ઉદ્યાનનું ઓપનિંગ

|

Jan 30, 2023 | 6:42 PM

Tourist Places: ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા મુઘલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે. આ અમૃત ઉદ્યાનની તમે ફ્રીમાં મુલાકાત લઈ શકો છો. ચાલો જાણીએ અમૃત ઉદ્યાન વિશે.

1 / 5
દિલ્હીમાં ફરવા માટે રાષ્ટ્રપતિ ભવનનું આ અમૃત ઉદ્યાન ખુબ જ શ્રેષ્ઠ સ્થળ છે. આ અમૃત ઉદ્યાનનું કાલે ઉદ્દઘાટન કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ ઉદ્યાન ક્યારે ખુલશે અને તેની ફ્રી બુકિંગ કઈ રીતે કરી શકાશે.

2 / 5
આવતી કાલે 31 જાન્યુઆરીના રોજ અમૃત ઉદ્યાનનું ઓપનિંગ થશે. તે 8 માર્ચ એટલે કે 2 મહિના સુધી ખુલ્લુ રહશે. આ ઉદ્યાન સવારે 10 વાગ્યાથી  4 વાગ્યા સુધી ખુલ્લુ રહશે. 28 માર્ચે ઉદ્યાન ખેડૂતો માટે, 29 માર્ચે દિવ્યાંગો માટે અને 30 માર્ચે પોલીસ અને સેના માટે આ ઉદ્યાન ખોલવામાં આવશે. દરેક સોમવારે આ ઉદ્યાન બંધ રહેશે.

3 / 5
આ ઉદ્યાનમાં તમને અનેક પ્રકારના ફૂલો જોવા મળશે. અહીં 12 ટ્યૂલિપ પ્રજાતિના ફૂલો જોવા મળશે. દરેક ફૂલની પ્રજાતિ પાસે ક્યૂઆર કોડ હશે, આ કોડને સ્કેન કરીને તમે ફૂલો વિશે તમામ માહિતીઓ મેળવી શકશો.

4 / 5
અહીં રેડિયો અને ટ્રાંસ્જિસ્ટર, ખાવા-પીવાનો સામાન લઈ જવાશે નહીં. તમે નાના બાળક માટે દૂધ-પાણી સહિત મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ચાવી, પર્સ અને હેન્ડ બેગ લઈ જઈ શકશો. અહીં ઘણા સુંદર સેલ્ફી પોઈન્ટસ પણ છે.

5 / 5
આ ઉદ્યાનની ટિકિટ ફ્રીમાં બુક કરી શકાશે. ઓનલાઈન ટિકિટ માટે તમે https://rashtrapatisachivalaya.gov.in અથવા  https://rb.nic.in/rbvisit/visit_plan.aspx વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. તમે રાષ્ટ્રપતિ ભવન પહોંચીને પણ ટિકિટ લઈ શકશો.

Next Photo Gallery