
મૌની રોયના લગ્નના સમાચાર ગયા વર્ષથી જ ચર્ચામાં છે. હાલ મૌનીના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મૌનીના લગ્નના ફંક્શનમાં અભિનેતા અર્જુન બિજલાની પણ સામેલ થયો હતો. તમને જણાવી દઈએ કે, મૌની અને અર્જુન ક્લોઝ ફ્રેન્ડ છે.

હલ્દી ફંક્શનમાં મૌનીએ વ્હાઈટ કલરનુ સૂટ અને તેની સાથે વ્હાઈટ ફ્લોરલ જ્વેલરી પહેરી હતી.

પીળા કલરની સાડીમાં મૌનીનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

મૌનીની મહેંદીની તસવીરો પણ સામે આવી છે જેમાં તે યલો કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.

મૌની અને સૂરજની હલ્દી એક સાથે થઈ હતી. આ દરમિયાન બંને વ્હાઇટ કલરના આઉટફિટ જોવા મળ્યા હતા.