TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi
Jan 27, 2022 | 12:39 PM
મૌની રોય અને સૂરજ નામ્બિયાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મૌની અને સૂરજે ગોવામાં મલયાલી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મૌની તેના લગ્નમાં સિમ્પલ લુકમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.મૌનીએ ગોલ્ડન જ્વેલરી સાથે તેનો બ્રાઇડ લુક કમ્પ્લીટ કર્યો છે, જ્યારે સૂરજે ગોલ્ડન કલરનો કુર્તો પહેર્યો છે.
તમને જણાવી દઈએ કે, મૌનીના લગ્નમાં ટીવીના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી, જેમાં અર્જુન બિજલાનીથી લઈને મંદિરા બેદી સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતા.
બુધવારે મૌની રોયની મહેંદી અને હલ્દી સેરેમની થઈ હતી. આ તસવીરમાં અભિનેત્રી મૌની ખુબ ખુશ જોવા મળી રહી છે.
મૌની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, જ્યારે સૂરજ આ ઈન્ડસ્ટ્રીથી દૂર એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. અહેવાલો અનુસાર, કોરોનાના વધતા જતા કેસોને જોતા મૌની અને સૂરજના લગ્નમાં માત્ર 100 લોકોએ હાજરી આપી છે.