ના મિત્રતા, ના તાલી-દૂનિયાની ઘણી સ્કૂલોમાં છે અજીબ નિયમો, જાણો ક્યા છે કેવા પ્રકારના પ્રતિબંધો

|

Oct 04, 2022 | 11:30 AM

દુનિયાભરમાં ઘણી વિચિત્ર શાળાઓ (Schools) છે, જેના નિયમો જાણીને તમને આશ્ચર્ય થશે. ચાલો જાણીએ વિદ્યાર્થીઓ (Students) માટે બનાવેલા આવા કેટલાક વિચિત્ર નિયમો.

1 / 8
દરેક વિદ્યાર્થી તેમના શાળાના દિવસોને કોઈને કોઈ સમયે યાદ કરે છે. શાળામાં વિતાવેલો સમય આપણા હૃદયની સૌથી નજીક રહે છે. પરંતુ જો તમે એવી શાળામાં અભ્યાસ કર્યો હોય જ્યાં મિત્રતા પ્રતિબંધિત હોય, તો તમે ચોક્કસપણે તમારી શાળાને યાદ નહીં કરો. ચાલો જાણીએ દુનિયાની આવી શાળાઓ વિશે, જ્યાં અજીબોગરીબ નિયમો છે. (Pexels)

2 / 8
મિત્રતાની મંજૂરી નથી : બ્રિટનની થોમસ સ્કૂલમાં કોઈપણ વિદ્યાર્થીને એકબીજા સાથે મિત્ર બનવાની મંજૂરી નથી. શાળાનું કહેવું છે કે, તે આવું એટલા માટે કરે છે જેથી વિદ્યાર્થીઓને મિત્રતા તૂટવાના આઘાતમાંથી બચાવી શકાય. (Pexels)

3 / 8
લાલ પેનના ઉપયોગ પર પ્રતિબંધ : યુકેના કોર્નવોલ કાઉન્ટીમાં એક એકેડમી છે, જે લાલ પેનનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી નથી. અકાદમીનું કહેવું છે કે લાલ નકારાત્મક રંગ છે. બ્રિટિશ શિક્ષકોને સુધારા અને સંખ્યા લખવા માટે લીલી શાહીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. (Pexels)

4 / 8
ચીનની શાળામાં બપોરની ઊંઘ : ચીનની ગાઓક્સિન નંબર 1 પ્રાથમિક શાળામાં, બાળકોને બપોરે 12.10થી બપોરના 2 વાગ્યા સુધીના ભોજન સમય દરમિયાન બપોરની ઊંઘ લેવાનું કહેવામાં આવે છે. તેનો હેતુ એ છે કે બાળકો બપોરે તાજગી અનુભવે. (Europics (cen))

5 / 8
રિલેશનશિપ પ્રતિબંધ : છોકરાઓ અને છોકરીઓ માટે એકબીજાને ડેટ કરવા સામાન્ય બાબત છે. જો કે, તે અભ્યાસમાં દખલનું કારણ બને છે. આ જ કારણ છે કે જાપાનની ઘણી શાળાઓમાં સંબંધો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી બાળકો અભ્યાસમાં ધ્યાન આપી શકે. (Pexels)

6 / 8

મેકઅપની મંજૂરી નથી : આજે દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, પરંતુ જાપાનની શાળાઓમાં તેની મંજૂરી નથી. ઘણી જાપાનીઝ શાળાઓમાં, વિદ્યાર્થીઓને મેકઅપ કરાવાની અને નેઈલપોલિશ કરવાની મંજૂરી નથી. શાળાનું કહેવું છે કે, સુંદર દેખાવાના બદલે વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. (AFP)

7 / 8
સામ-સામે તાળીઓ આપવાની મનાઈ : અમે અમારા કોઈપણ મિત્રને મળીએ તો સામ-સામે તાળીઓ આપીએ છીએ. જો કે, યુએસ અને યુકેની ઘણી શાળાઓમાં, આમ કરવા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. (AP)

8 / 8
વિદ્યાર્થીઓ વચ્ચે પડદો : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્થિત એવિસેના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાથે બેસવાની મંજૂરી નથી. બંને વચ્ચે પડદો છે. તેની તસવીરો પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. (Twitter)

Next Photo Gallery