
રાજ્યભરના દોઢ લાખથી વધુ શિક્ષકો-અધ્યાપકોને રવિવારે સીપીઆરની તાલીમ આપવામાં આવી. જેમાં રાજ્યની તમામ મેડિકલ કોલેજ માં આ કાર્યક્રમ કરવામાં આવ્યો. અમદાવાદમાં 7 મેડિકલ કોલેજ-બી.જે. મેડિકલ, જીસીએસ, સોલા સિવિલ, એનએચએલ કોલેજ, એમ. કે. શાહ મેડિકલ કોલેજ, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં અને 300થી વધુ સ્કૂલોમાં શિક્ષકોને બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી એક સાથે એક જ દિવસે સીપીઆરની તાલીમ આપવામાં આવી.

રકારે અગાઉ જાહેરાત કરી હતી કે, અલગ અલગ તબક્કામાં તમામ સ્કૂલોમાં શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે. આ બાબતને ધ્યાન પર રાખી રવિવારે સીપીઆરની તાલીમનો પહેલો તબક્કો યોજવામાં આવ્યો. હવે બીજા તબક્કામાં બાકી રહી ગયેલા શિક્ષકોને પણ તાલીમ અપાશે. જેનો હેતુ ઈમર્જન્સીની પરિસ્થિતિમાં શિક્ષક પણ સીપીઆર આપીને કોઈપણ વ્યક્તિનો જીવ બચાવી શકાશે