સ્વાસ્થ્યને નુકસાન કરનારી દવાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, લોકોને ગ્લુકોઆમીલેઝ, પેક્ટીનેઝ, એમીલેઝ, પ્રોટીઝ, આલ્ફા ગેલેક્ટોસીડેઝ, સેલ્યુલેઝ, લિપેઝ, બ્રોમેલેન, ઝાયલેનેઝ, હેમીસેલ્યુલેઝ, લેક્ટેઝ, બીટા-ગ્લુકોનેઝ, ગ્લુકોમાઈલેઝના માલ્ટ ડાયસ્ટેઝ, ઇન્વર્ટેજ અને પેપેઇનના ઉપયોગથી લોકોને જોખમની સંભાવના છે. જે દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં વાળની સારવાર માટે એન્ટિપેરાસાઇટિક દવાઓનો પણ સમાવેશ થાય છે. સરકારે લોકોને આ દવાઓની જગ્યાએ અન્ય દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.