Morocco Earthquake: મોરક્કો ખાતે ભૂકંપગ્રસ્તો માટે મોરારિબાપુ દ્વારા 10 લાખની કરવામાં આવી સહાય

|

Sep 10, 2023 | 6:59 PM

મોરોક્કોમાં 8મી સપ્ટેમ્બરે રાત્રે આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપે આ આફ્રિકન દેશમાં ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફત બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ વચ્ચે મોરારીબાપુએ ભૂકંપને કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને પુનઃવસનના કાર્ય માટે ભારતીય ચલણના રૂપિયા દસ લાખ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

1 / 5
ઉત્તર આફ્રિકાના મોરક્કો ખાતે એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. મધ્ય મોરક્કોના મારકાશ વિસ્તારમાં આવેલા ભૂકંપ બાદ પ્રાપ્ત અહેવાલો અનુસાર 2000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 672 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

2 / 5
મોરારીબાપુએ ભૂકંપને કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમ જ મોરક્કોની સ્થાનિક સેવા ભાવી સંસ્થાને પુનઃવસનના કાર્ય માટે ભારતીય ચલણના રૂપિયા દસ લાખની સહાયતા રાશિ અર્પણ કરેલ છે.

3 / 5
આ સહાયતા રાશિ દ્વારા સ્થાનિક જરુરીયાત મુજબ રેશન તેમજ પ્રાથમિક જરુરીયાતોની કીટનું વિતરણ કરવામાં આવશે. કેન્યા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોચતી કરવામાં આવી છે.

4 / 5
સેંકડો ઇમારતો ધરાશાયી થવાને કારણે હજારો લોકો બેઘર બન્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મોરોક્કોમાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

5 / 5
મોરોક્કોના ઉચ્ચ એટલાસ પર્વતોને હચમચાવી દેતા ભૂકંપના કેન્દ્રની સૌથી નજીકના શહેર મારકેશમાં ઘણી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થયું છે. ત્યારે આ ઘટનામાં મોરારીબાપુ આગળ આવ્યા છે અને સહાય અર્પણ કરવામાં આવી છે.

Next Photo Gallery