
પુજારીઓ દ્વારા મોરારી બાપુને રૂદ્રાક્ષમાળા અને પ્રસાદકીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાદ મોરારીબાપુ સોમનાથ મંદિર પાસે આવેલ સાગર દર્શન ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ બાપુ ભગવાન કૃષ્ણએ જ્યાથી સદેહ સ્વધામ ગમન કર્યુ તે ગોલોકધામ તીર્થમાં પહોંચ્યા હતા.

મોરારી બાપુએ ભગવાન કૃષ્ણની પાદુકાજીને અભિષેક અને પૂષ્પાર્ચન કરી ધન્યતા અનુભવી હતી. બાપુ ગોલોકધામ થી સોમનાથ કથા સ્થળે પહોંચ્યા હતા. જ્યા મોરારીબાપુનુ પુષ્પહાર સાથે ટ્રસ્ટી પ્રવીણભાઇ લહેરી એ સ્વાગત કર્યું. સાથે જ સોમનાથ મહાદેવની છબી સ્મૃતીભેટ આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.