
આ ઉપરાંત, લેન્ડર બેંકની ગ્રાહક સેવાનો સંપર્ક કરો અને વ્યવહારમાં સમસ્યા વિશે જણાવો.

દરેક બેંક પાસે UPI ચુકવણી માટે એક ડેડિકેટેડ રિડ્રેસલ મેકેનિઝ્મ હોય છે. જો કે, કેટલીકવાર બેંકો તમને લેખિતમાં ફરિયાદ કરવા અથવા શાખાની મુલાકાત લેવાનું કહે છે. જો એપ્લિકેશન અને બેંક તમારા વ્યવહારમાં સમસ્યાનું નિરાકરણ ન કરે, તો તમે તમારી ફરિયાદ NPCI ને મોકલી શકો છો.

આ માટે, NPCI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને રિડ્રેશળ સેક્શનમાં જઈને ટ્રાજેક્શન ડિટેલ જેવી વિગતો દાખલ કરો. આ પછી, તમારે ફરિયાદ સાથે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એડ કરવા પડશે. જો તમને NPCI તરફથી કોઈ ઉકેલ ન મળે, તો તમે RBI નો સંપર્ક કરી શકો છો. ધ્યાનમાં રાખો કે NPCI ને ફરિયાદ કર્યાના 30 દિવસ પછી જ તમે રિઝર્વ બેંકનો સંપર્ક કરી શકો છો.

આ સિવાય UPI કરતી વખતે આ બીજી ઘણી બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. જેમકે ચુકવણી કરતા પહેલા રીસીવરના UPI IDની પુષ્ટિ કરો.

રીસીવરનું નામ UPI ID સાથે મેળ ખાય છે કે નહીં તે ચકાસો. તેમજ QR કોડ સ્કેન કરતી વખતે સાવચેત રહો અને ભૂલથી પણ અજાણી UPI લિંક્સ પર ક્લિક કરશો નહીં.