
મની પ્લાન્ટના પાન પીળા થવા આમ તો અનહેલ્ધી ગ્રોથમાં ગણવામાં આવે છે. પરંતુ જો પીળા પાનની ડાળ પર નવા પાન ઉગી રહ્યાં છે. તો તેને હેલ્ધી ગ્રોથ પણ ઘણી શકાય છે. મની પ્લાન નવા પાનને વધારે પોષક તત્વો પુરા પાડે છે. જેના પગલે ઉપરના પાનનો રંગ બદલાઈ જાય છે.

મની પ્લાન્ટને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પણ પાનનો રંગ પીળો અથવા ભૂરો થાય છે. ધ્યાન રાખો કે માટી અને વાતાવરણમાં પણ ભેજ હોવો જોઈએ.

સામાન્ય રીતે ઉનાળામાં ગરમ તાપમાનના કારણે છોડમાં પીળા પાન થતા હોય છે. ત્યારે તેની યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો છોડ સુકાઈ જાય છે. તેના માટે તમે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.

મની પ્લાન્ટને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ મુકો. ધ્યાન રાખો કે પ્લાન્ટમાં વધારે પાણી કે ખાતર ન પડે,જો વધારે માત્રામાં ખાતર અને પાણી નાખવામાં આવે તો પણ મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે.

નાના જીવજંતુને મની પ્લાનના પાન ખાવાનું વધારે પસંદ હોય છે. જેના પગલે પાન ખરાબ થઈ જાય છે. જેથી તમે મની પ્લાન્ટ પર જંતુનાશક દવા અથવા તો લીમડાના તેલનો છંટાકાવ કરી શકો છો.
Published On - 4:20 pm, Wed, 14 August 24