
દરેક વ્યક્તિના શરીર પર ક્યાંકને ક્યાંક તલ જરૂર હોય છે. જેમા કેટલાક જન્મતાની સાથે જ હોય છે તો કેટલાક પછીથી બને છે.

સામુદ્રીક શાસ્ત્ર અનુસાર વ્યક્તિના શરીર પર રહેલા તલનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. કોઈ પણ વ્યક્તિના ચહેરા પર જેમા પણ જો હોઠ પર તલ હોય તો તેઓ બહુ જલદી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

ખાસ કરીને જો કોઈ મહિલાના હોઠ પર તલ હોય તો તે ઘણુ આકર્ષક લાગે છે. હોઠ પર તલ શુભ અને અશુભ બંને પ્રકારના હોય છે.

હોઠના ડાબી તરફ ઉપરના હિસ્સામાં તલ હોવુ શુભ મનાય છે. આવી મહિલાઓને જીવનસાથી તરફથી ઓછો સપોર્ટ મળે છે પરંતુ આ મહિલાઓ તેના સ્વભાવથી જ લોકોને પ્રભાવિત કરી દે છે.

જે મહિલાઓના હોઠ પર નીચલા હિસ્સા પર જમણી તરફ તલ હોય છે તેઓ તેમના કામમાં નિપુણ હોય છે. આજ કારણથી તેઓ લોકોની વચ્ચે લોકપ્રિય રહે છે.

સમયની સાથે આગળ વધવુ અને ચીજોને અપનાવવી તેમની પ્રવૃત્તિ હોય છે. તેઓ દરેક પરિસ્થિતિમાં સ્વયંને સંભાળી જાણે છે. તેમની લવ લાઈફ પણ ઘણી રોમેન્ટીક હોય છે.

નીચલા હોઠના ડાબી તરફ તલ હોય તે મહિલાઓ સારા કપડા પહેરવા અને સારા ભોજનની શોખીન હોય છે. તેની સાથે જ આ મહિલાઓ ચેની ચીજોને ઘણી સંભાળીને રાખે છે.

લવ લાઈફની વાત કરીએ તો આ મહિલાઓ તેમના જીવનસાથીને ઘણો પ્રેમ કરે છે અને તેમની સાથેનો તેમનો વ્યવહાર સદાય સારો રહે છે.

જો કોઈ મહિલાને હોઠો પર તલ હોય તો તે ઘણી વાચાળ હોય છે એટલુ જ નહીં તેમની બોલી પણ ઘણી મીઠી હોય છે. તેઓ લોકોને પોતાના તરફ જલદી એટ્રેક્ટ કરે છે. પોતાના કાર્યક્ષેત્રમાં પણ તેઓ ઘણી મહેનત કરે છે.
Published On - 4:07 pm, Sun, 26 January 25