
ઓક્ટોબર 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમા અંબાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કર્યું હતું. આ રોપ-વેને કારણે ગિરનાર પર્વતના પગથિયાં ચડ્યા વિના મિનિટોમાં જ માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે.

અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટને એક દાયકો પૂર્ણ થવા નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે મુલાકાતીઓની સગવડ માટે એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓગસ્ટ 2022માં આ ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂલાઈ 2022માં સાબર ડેરીના 3 નવા ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના પશુપાલકોની આવક વધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની આવક થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી 1 વર્ષ માટે જી20ના સભ્ય દેશોની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. જી20 અંતર્ગત ભારતમાં કુલ 200 મીટિંગો આયોજિત થવાની છે, જે પૈકી 18 બેઠકોનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જી20 બેઠકોના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ અને તેના ઇતિહાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની રાજ્ય પાસે આ એક અમૂલ્ય તક છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી પ્રેરિત આ બેઠકો દરમિયાન વિદેશી મહેમાનો ગુજરાતના સાંસ્કૃતિક વૈભવને માણીને અભિભૂત થઇ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રમત-ગમત ક્ષેત્રે આટલા મોટા પાયે કોઈ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે 3 મહિનાથી પણ ઓછા સમયમાં નેશનલ ગેમ્સ માટેની તૈયારીઓ પૂર્ણ કરી હતી.
Published On - 8:36 pm, Thu, 1 June 23