
સુરક્ષાના કારણોસર દિલ્હીના અક્ષરધામ મંદિરમાં પણ મોબાઈલ લઈ જવાની અનુમતિ નથી. વર્ષ 2022ના ડિસેમ્બર મહિનાથી તમિલનાડુ સરકારે શુદ્ધતા અને પવિત્રતા બનાવી રાખવા માટે રાજયભરના મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરના આખા ક્ષેત્રમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ છે. અહીં મોબાઈલ ફોન સિવાય કેમેરા, વોચ, બેલ્ટ જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ પર પણ પ્રતિબંધ છે. આ સિવાય શ્રીલંકાના યાલા નેશનલ પાર્કમાં 2015થી મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. જેથી પ્રાણીઓને કોઈ પરેશાન ના કરી શકે. કેરેબિયન તટ પર આવેલા એલિયટ દ્વીપ રિસોટ્સમાં પણ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. ઈટાલીના પવિત્ર સ્થળ સિસ્ટિન ચેપલમાં પણ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે.