
બે અન્ય ભારતીય સુંદરીઓમાં લારા દત્તા અને હરનાઝ કૌર સંધુનો સમાવેશ થાય છે. અમે તમને આ ત્રણ ભૂતપૂર્વ મિસ યુનિવર્સનાં અંગત જીવન વિશે જણાવીશું.

સુષ્મિતા સેન 50 વર્ષની ઉંમરે પણ અપરિણીત છે: સુષ્મિતા સેન ભારતની પ્રથમ મિસ યુનિવર્સ બનવાનું ગૌરવ ધરાવે છે. તેમણે 1994માં 19 વર્ષની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો. બાદમાં અભિનેત્રીએ 1996માં રિલીઝ થયેલી ફિલ્મ "દસ્તક" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.તાજેતરમાં જ પોતાનો 50મો જન્મદિવસ ઉજવનાર સુષ્મિતાનું નામ અત્યાર સુધીમાં સમયાંતર 11 પુરુષો સાથે જોડાયું છે, પરંતુ તે હજુ પણ અપરિણીત છે. જોકે, તેમણે બે પુત્રીઓને દત્તક લીધી છે. તેમની મોટી પુત્રી રેની છે અને નાની પુત્રી અલીસા છે.

લારા દત્તાએ છૂટાછેડા લીધેલા વ્યક્તિ સાથે લગ્ન કર્યા. સુષ્મિતા સેન પછી લારા દત્તા ભારતની બીજી મિસ યુનિવર્સ બની. 2000માં 22 વર્ષની ઉંમરે તેમને તાજ પહેરાવવામાં આવ્યો. ત્યારબાદ લારાએ 2003માં અક્ષય કુમાર સાથે ફિલ્મ "અંદાઝ"થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. લારા દત્તાએ 2011 માં ભૂતપૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા. મહેશે પહેલા 2002 માં શ્વેતા જયશંકર સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2009 માં તેમના છૂટાછેડા થયા હતા.

હરનાઝ કૌર સંધુ સિંગલ છે : હરનાઝ કૌર ભારતની ત્રીજી મિસ યુનિવર્સ છે. 2021 માં મિસ યુનિવર્સ જીતનાર હરનાઝ કૌર "બાઈ જી કુટ્ટંગે" અને "યારાં દિયાં પૂ બરન" જેવી પંજાબી ફિલ્મો તેમજ બોલિવૂડ ફિલ્મ "બાગી 4" માં જોવા મળી છે. તેણી એક સમયે અભિનેતા વીર પહાડિયા સાથે રિલેશનમાં હોવાની ચર્ચા હતી, પરંતુ હાલમાં તે કોઈ રિલેશનમાં ન હોવાની માહિતી છે.