
ખાસ વાત એ છે કે હિમાચલ પ્રદેશના દરેક ગામમાં પોતાના દેવતા છે. તે દેવી-દેવતાઓને પરંપરાગત વેશભૂષામાં મેળામાં લાવવામાં આવે છે. મિંજરના મેળામાં પ્રથમ દિવસે ભગવાન રઘુવીરની યાત્રા થાય છે. મિંજર મેળો હિમાચલ પ્રદેશની સંસ્કૃતિને દર્શાવે છે. જો તમારે હિમાચલ પ્રદેશની સંસ્કૃતિ જોવી હોય તો તમારે અહીં ચોક્કસ આવવું જોઈએ. આ મેળાને જોવા માટે દેશના અનેક રાજ્યોમાંથી પ્રવાસીઓ પહોંચે છે.

મિંજરના મેળામાં માત્ર હિમાચલ પ્રદેશની સંસ્કૃતિ જ નહીં, પરંતુ તેની વાનગીઓ, લોક કલા અને રમતગમતની ઝલક પણ જોવા મળે છે. ચંબાના ચૌગાન પહાડીમાં ભરાતા આ મેળામાં પહોંચતા જ ચારેબાજુ બરફથી ઢંકાયેલા હિમાલયના શિખરો પણ જોવા મળે છે. આ જ કારણ છે કે હિમાચલ પ્રદેશ પહોંચેલા પ્રવાસીઓ તેનો વિશેષ આનંદ લે છે.

મિંજરના મેળા વિશે એક કહેવત છે – ચંબે એક દિન ઓણા કને મહિનો રૈણા… તેનો અર્થ છે જે એક દિવસ માટે ચંબા આવે છે, તે આ સ્થળની સુંદરતા જોઈને એક મહિના સુધી અહીં રહે છે. મેળામાં હિમાચલી સંસ્કૃતિ, ચારેબાજુ બરફથી ઢંકાયેલા હિમાલયના શિખરો અને નીચે પૂરજોશમાં વહેતી રાવી નદી પ્રવાસીઓને આકર્ષે છે અને મનમોહી લે છે.