
ખાસ કરીને જેમને પહેલાથી જ પાચન તંત્રની સમસ્યાઓ હોય, તેમણે દૂધ અને દારૂનું મિશ્રણ કરવાનું ટાળવું જોઈએ. જો દૂધ પીધાના થોડા કલાકો પછી દારૂ પીવામાં આવે, તો સામાન્ય રીતે શરીર પર કોઈ ખાસ પ્રતિકૂળ અસર થતી નથી. તેથી દૂધ અને દારૂ વચ્ચે પૂરતું અંતર રાખવું વધુ સલામત માનવામાં આવે છે.

જો તમે દૂધ પીધા પછી દારૂ પીવાનો વિચાર કરો છો, તો ઓછા આલ્કોહોલવાળા પીણાં પસંદ કરો અને સોડા અથવા કાર્બોનેટેડ ડ્રિંક્સ સાથે દારૂ પીવાનું ટાળો. (નોંધ : દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.)