
ભારતમાં IT નિયમો 2021ને અનુસરીને, તેમણે 9મા મહિનાનો રિપોર્ટ (ફેબ્રુઆરી 2022) રજૂ કર્યો છે. યુઝર-સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને તેના પર વોટ્સએપ દ્વારા લેવામાં આવેલા પગલા વિશે માહિતી આપવામાં આવી છે.

નવા રિપોર્ટ અનુસાર, વોટ્સએપે ફેબ્રુઆરી મહિનામાં 1.4 મિલિયન એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ ફરીથી કહ્યું છે કે આ પ્લેટફોર્મ પરના તમામ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. આનો અર્થ એ છે કે સેન્ડર અને રિસીવર સિવાય કોઈ થર્ડ પાર્ટી તે મેસેજ વાંચી શકશે નહીં.

કંપનીએ સ્પષ્ટતા કરી છે કે વોટ્સએપ, મેટા (ફેસબુક)ની પેરેન્ટ કંપની પણ તે મેસેજ વાંચી શકતી નથી. એકાઉન્ટ બ્લોક કરવા માટે WhatsApp બિલ્ટ-ઇન એબ્યુઝ ડિટેક્શન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરે છે.