
ત્યારે કોંગ્રેસે યુવા ચહેરા તરીકે સંજય રબારીને મેદાનમાં ઉતાર્યા છે, સંજય રબારી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર છે. ગોવાભાઈ રબારી પાંચ વાર કોંગ્રેસમાંથી ડીસા વિધાનસભામાં લડી ચૂકયા છે. કોંગ્રેસમાં પણ ઠાકોર સમાજના આગેવાન પોપટજી દેલવાડીયા, પીનાબેન ગાડીયા અને નરસિંહ રબારીએ ટિકિટ માંગી હતી, પરંતુ ગોવાભાઈના પુત્ર સંજય રબારીને ટિકિટ ફાળવતા ઠાકોર સમાજમાં પણ નારાજગી છે અને અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર પણ કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી શકે છે.

ડીસા વિધાનસભામાં ઠાકોર મતદાતા 70,000, ચૌધરી મતદાતા 30,000, માળી સમાજના મતદાર 33,000 જ્યારે રબારી સમાજના મતદાતા 33,000 છે. ત્યારે ડીસા વિધાનસભામાં ચતુષ્કોણીય જંગમાં કોણ જીત છે? એ કહેવું મુશ્કેલ છે. ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. (Input - Atul Trivedi)