Ahmedabad : રીકર્વ રાઉન્ડ આર્ચરી ગેમની મેડલ સેરેમની યોજાઈ, મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે વિજેતાઓને મેડલ એનાયત

|

Oct 06, 2022 | 10:14 PM

36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત આજે સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી,બોપલ-અમદાવાદ ખાતે રીકર્વ કેટેગરી,આર્ચરી ગેમની ભવ્ય મેડલ સેરેમની યોજાઈ હતી. આ સાથે જ સંસ્કાર ધામ,અમદાવાદ ખાતે આર્ચરી ગેમનું સકસેસફુલી સમાપન થયું હતું.

1 / 5
36મી નેશનલ ગેમ્સ-2022માં ગુજરાતના પ્રતિભાવંત ખેલાડીઓએ પણ અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ જીતીને ગુજરાતની શાન વધારી છે.

2 / 5
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના ગુજરાત સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે રીકર્વ કેટેગરી આર્ચરીમાં વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

3 / 5
મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ઈનામ વિતરણ સમારોહ પ્રસંગે ખેલાડીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહેલા તમામ પ્લેયર્સને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકારે સફળ પ્રયત્નો કર્યા છે ઉપરાંત મંત્રી અર્જુનસિંહ ચૌહાણે રીકર્વ આર્ચરી ગેમ્સના વિજેતા ખેલાડીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

4 / 5
રીકર્વ રાઉન્ડ આર્ચરી વિમેન ટીમની ફાઈનલ મેચમાં હરિયાણાની મહિલા ટીમે દબદબાભેર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો હતો, ઝારખંડની મહિલા ટીમ સિલ્વર અને ગુજરાતની મહિલા ટીમ બ્રોન્ઝ મેડાલિસ્ટ બની હતી.

5 / 5
નેશનલ ગેમ્સ-2022 અંત તરફ આગળ વધી રહી છે ત્યારે અમદાવાદના વિવિધ વેન્યુ ખાતે વિવિધ રમતોની સ્પર્ધાના પ્લેયર્સ પણ ભરપુર રીતે ગુજરાતની મહેમાનગતિ માણવાનો લ્હાવો લઈ રહ્યાં છે

Next Photo Gallery