
કંપની તેના બેઝ વેરિઅન્ટમાં 49-kWh બેટરી પેક આપી શકે છે. ટોપ વેરિઅન્ટમાં 61-kWh બેટરી પેક મળી શકે છે. કંપનીનો દાવો છે કે તેની રેન્જ 500 કિલોમીટર હશે. આ કારમાં 7 એરબેગ્સ આપવામાં આવી છે.

મારુતિ e vitaraમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ હશે. જેમાં ઇકો, નોર્મલ અને સ્પોર્ટ ડ્રાઇવિંગ મોડ્સનો સમાવેશ થાય છે. આ કારમાં તમને 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી રહી છે. 10.25 ઇંચની મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ કારમાં આગળના ભાગમાં વેન્ટિલેટેડ સીટો છે જે એકદમ આરામદાયક છે. વાયરલેસ ચાર્જિંગ વિકલ્પ, હરમન સાઉન્ડ સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ કારમાં એડેપ્ટિવ હાઇ બીમ સિસ્ટમ, રીઅર ક્રોસ ટ્રાફિક એલર્ટ અને એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ પણ ઉપલબ્ધ છે.