
મારુતિ સુઝુકીએ પોતાની કોમ્પેક્ટ SUV Brezza ને નવા અપડેટ સાથે લોન્ચ કરી દીધી છે. આ અપડેટમાં કેટલાક નવા ફીચર્સ સાથે SUVના લુકમાં પણ હળવા ફેરફારો કરવામાં આવ્યા છે, પરંતુ સૌથી ખાસ વાત એ છે કે બ્રેઝાને હવે 1.0L Boosterjet Turbo-Petrol એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે અને તેની શરૂઆતી કિંમત ₹7.40 લાખ રાખવામાં આવી છે. અત્યાર સુધી બ્રેઝા માત્ર 1.5L એન્જિન સાથે આવતી હતી જેના પર વધુ GST લાગતો હતો. હવે 1.2L થી નાના ટર્બો એન્જિનના કારણે કારની કિંમત ઘટી જશે અને આ સેગમેન્ટની બાકી કારોને કડી ટક્કર આપવાની અપેક્ષા છે.(Image From : Maruti Suzuki)

નવી Maruti Brezza Facelift ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત ₹7.40 લાખ રાખવામાં આવી છે, જ્યારે Tata Nexon ની કિંમત આશરે ₹7.37 લાખથી શરૂ થઈને ₹14.22 લાખ સુધી જાય છે. નવી Brezza માં પહેલીવાર 1.0L Boosterjet Turbo-Petrol એન્જિનનો વિકલ્પ મળ્યો છે. તે આશરે 110 PS પાવર અને 170 Nm ટોર્ક આપે છે. Tata Nexon માં 1.2L Turbo-Petrol એન્જિન મળે છે, જે આશરે 120 PS પાવર અને 170 Nm ટોર્ક જનરેટ કરે છે.(Image From : Maruti Suzuki)

Tata Nexon ને પડકાર: નવી Brezza Turbo ની સૌથી મોટી ખાસિયત તેની ₹7.40 લાખ (એક્સ-શોરૂમ) ની શરૂઆતી ઈન્ટ્રોડક્ટરી કિંમત છે. આ પ્રાઇસિંગ સાથે મારુતિએ સીધો Tata Nexon ને પડકાર ફેંક્યો છે. ખાસ કરીને એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, જેઓ મર્યાદિત બજેટમાં બહેતર પર્ફોર્મન્સ વાળી SUV ખરીદવા માંગે છે. મારુતિએ Brezza Turbo ને એવા પ્રાઇસ પોઇન્ટ પર ઉતારી છે, જ્યાં તે પોતાના મુખ્ય હરીફોની સરખામણીમાં વધુ આકર્ષક વિકલ્પ બની શકે છે. Tata Nexon ના ટર્બો વેરિઅન્ટની કિંમત ₹7.32 લાખથી શરૂ થાય છે.(Image From : TaTa)

Hyundai Venue ના ટર્બો વેરિઅન્ટની શરૂઆતી કિંમત પણ ઘણી વધારે છે, જ્યારે Brezza Turbo ઓછી કિંમતમાં સમાન સેગમેન્ટનો વિકલ્પ ઉપલબ્ધ કરાવી રહી છે. આનાથી કિંમતને લઈને સ્પર્ધા વધુ તીવ્ર બનવાની શક્યતા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મારુતિ સુઝુકીએ સમજી-વિચારીને મોટા 1.5-લિટર એન્જિનની સાથે નવું 1.0-લિટર 3-સિલિન્ડર ટર્બો એન્જિન આપ્યું છે. 1.2-લિટર કરતાં નાના પેટ્રોલ એન્જિન હોવાને કારણે આ કાર પર સરકારી ટેક્સ (GST અને સેસ) ઘણો ઓછો લાગે છે. આ ટેક્સ બેનિફિટનો સીધો ફાયદો મારુતિએ ગ્રાહકોને ઓછી કિંમત રૂપે ટ્રાન્સફર કરી દીધો છે.(Image From : Hyundai)

માઇલેજ અને ઓછા મેન્ટેનન્સ પર ફોકસ: Maruti Suzuki ની ઓળખ લાંબા સમયથી બહેતર માઇલેજ અને ઓછી મેન્ટેનન્સ કોસ્ટ માટે રહી છે. કંપનીનું માનવું છે કે નવું Boosterjet એન્જિન પર્ફોર્મન્સની સાથે બહેતર ફ્યુઅલ એફિશિયન્સી પણ આપશે. આવામાં આ SUV એવા ગ્રાહકોને આકર્ષિત કરી શકે છે, જેઓ ઓછા રનિંગ કોસ્ટ સાથે દમદાર ડ્રાઇવિંગ અનુભવ ઈચ્છે છે.(Image From : Maruti Suzuki)

ફીચર્સમાં પણ કોઈ સમાધાન નહીં: નવી 2026 Brezza Facelift માં ઘણા પ્રીમિયમ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં 10.1-ઈંચની મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 64-કલર એમ્બિયન્ટ લાઈટિંગ, ADAS સેફ્ટી ફીચર્સ અને ભારત NCAP ની 5-સ્ટાર સેફ્ટી રેટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફીચર્સ સાથે મારુતિએ Brezza ને માત્ર કિફાયતી જ નહીં, પરંતુ ટેકનોલોજી અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ મજબૂત વિકલ્પ બનાવવાનો પ્રયાસ કર્યો છે.(Image From : Maruti Suzuki)