અનેક ઈમારતો ધરાશાયી, ટેન્કો પર કર્યો કબજો, હમાસના 5000 રોકેટથી ઈઝરાયેલ હચમચી ગયું, જુઓ Photos
ગાઝાના હમાસ ગૃપ અને ઈઝરાયેલ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. હમાસ દ્વારા આજે સવારે ઈઝરાયેલ પર રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. મીડિયા રીપોર્ટસ અનુસાર ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડવામાં આવ્યા છે.
1 / 7
ગાઝાના હમાસ ગૃપ અને ઈઝરાયેલ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. હમાસ દ્વારા આજે સવારે ઈઝરાયેલ પર રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. મીડિયા રીપોર્ટસ અનુસાર ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડવામાં આવ્યા છે.
2 / 7
ઈઝરાયેલના સરહદ પર આવેલા શહેરો પર હુમલાઓ કરવામાં આવ્યા છે. તેલ અવીવમાં ઘણા વાહનોને નુકસાન થયું છે. સામે આવેલા તસવીરોમાં જોઈ શકાય છે કેવી રીતે કાર સળગી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા અનેક વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં સળગતી ટેન્ક જોવા મળી રહી છે.
3 / 7
હમાસે ઘણા કારણોસર ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. આ કારણોમાં ઐતિહાસિક, રાજકીય અને ધાર્મિક મુદ્દાઓનો સમાવેશ થાય છે. હમાસ પેલેસ્ટિનિયન ક્ષેત્રોમાં, તેમાં પણ પશ્ચિમ કાંઠા અને પૂર્વ જેરુસલેમ પર ઇઝરાયેલના કબજાનો વિરોધ કરી રહ્યા છે.
4 / 7
આ ક્ષેત્રોમાં ઇઝરાયેલના નિયંત્રણ અને વિસ્તારની નીતિનો હમાસના લડવૈયાઓ પેલેસ્ટાઇનના અધિકારોનું ઉલ્લંઘન માને છે. હમાસે તાજેતરનો હુમલો ઈઝરાયલી સેનાના અત્યાચારના વિરોધમાં કર્યો છે. સેના પેલેસ્ટિનિયનો પર હુમલો કરતી રહી છે, જ્યાં ટકરાવનું જોખમ રહેલું છે.
5 / 7
હમાસનું ગાઝા પટ્ટી પર શાસન છે, જેના પર ઇઝરાયેલ અને ઇજિપ્તે નાકાબંધી કરી હતી. ઇજિપ્ત એ ઇઝરાયેલને સમર્થન આપતો એક મુસ્લિમ દેશ છે. નાકાબંધીથી વેપારને પણ અસર થઈ હતી. તેનાથી આર્થિક ક્ષેત્રે સંકટ અને રાજકીય તણાવ સર્જાયો છે.
6 / 7
આ ક્ષેત્રોમાં ઇઝરાયેલનું નિયંત્રણ અને વિસ્તરણની નીતિને હમાસના લડવૈયાઓ પેલેસ્ટાઇનના અધિકારોનું ઉલ્લંઘન માની રહ્યા છે. હમાસે હુમલો ઈઝરાયલી સેનાના અત્યાચારના વિરોધમાં કર્યો છે. સેના પેલેસ્ટિનિયનો પર હુમલો કરી રહ્યુ છે.
7 / 7
હમાસનું માનવું છે કે આ લક્ષ્ય પાર પાડવા માટે શસ્ત્ર પ્રતિરોધ જરૂરી છે. હમાસે ઘણી ઘટનાઓ જેવી કે, હવાઈ હુમલાઓ, સૈન્ય હુમલાઓ, ટાર્ગેટ કિલિંગ અથવા પેલેસ્ટિનિયનો વિરુદ્ધ બળનો વધુ પડતા ઉપયોગના વિરોધમાં હુમલાઓ કર્યા છે.