
અહેવાલ મુજબ, આંતરિક સૂત્રએ જણાવ્યું હતું કે, "તેઓ વચ્ચે લાંબા, પ્રેમાળ, ફળદાયી સંબંધ હતા જે કમનસીબે હવે સમાપ્ત થઈ ગયો છે, તેનો અર્થ એ નથી કે તેમની વચ્ચે કોઈ મનમોટાવ છે. તેઓ એકબીજાનો ખૂબ આદર કરે છે અને એકબીજા માટે પિલર ઓફ સ્ટ્રેન્થ રહ્યા છે.

વર્ષોથી તેઓએ તેમના સંબંધોને ઘણું સન્માન આપ્યું છે. અલગ થવાનો નિર્ણય લેવા છતાં તેઓ એકબીજાને સમાન સન્માન આપતા રહેશે. બંને વર્ષોથી સિરીયસ રીલેશનશીપમાં હતા અને હવે તેઓ આશા રાખે છે કે લોકો આ ઈમોશનલી સ્પેસ આપે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે 2019માં ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રિનિંગ વખતે પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. ચાહકો આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે પરંતુ પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેમનું બ્રેકઅપ ફેન્સ માટે મોટો આંચકો છે.