Batata Vada Recipe : વરસાદી માહોલમાં ઘરે જ બનાવો ગરમા ગરમ બટાટા વડા, જુઓ તસવીરો

|

Sep 28, 2024 | 4:14 PM

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં બટાટા વડા કેવી રીતે બનાવી શકાય છે.

1 / 6
બટાટા વડા બનાવવા માટે સૌથી પહેલા બટાટાને બાફી લો. ત્યાર બાદ બટાટા ઠંડા થાય પછી તેની છાલ કાઢીને તેને મસળી લો. ધ્યાન રાખો કે બટાટાના માવામાં કોઈ ગાંઠ ન રહે.

2 / 6
ત્યારબાદ ડુંગળી, કોથમીરને ઝીણી સમારી લો. તેમજ આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરો. હવે એક તપેલીમાં ચણાનો લોટ લો. તેમાં મીઠું, અજમો મસળીને નાખી તેનું ખીરુ બનાવીને 10 થી 15 મીનીટ રેસ્ટ કરવા મુકો.

3 / 6
હવે એક પેનમાં તેલ લો. તેમાં રાય,હીંગ અને આદુ, લસણની પેસ્ટ ઉમેરી તેને સાંતળી લો. ત્યાર બાદ તેમાં ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીને શેકી લો. તેમાં લીલા મરચાની પેસ્ટ, મીઠું, સંચળ ઉમેરો.

4 / 6
તેમાં બટાટાનો માવો ઉમેરી બરાબર મિક્સ કરી દો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ ઉમેરી 5 મીનીટ થવા દો. તમે ઈચ્છો બટાટાના માવામાં લીલા મરચાનો થેચો ઉમેરી શકો છો.

5 / 6
આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ નાના ગોળા બનાવી લો. હવે ચણાના ખીરામાં એક ચપટી બેકિંગ સોડા નાખો. સોડા પર ગરમ તેલ નાખી તેને બરાબર હલાવી દો. જેથી બટાટા વડા સોફ્ટ અને ક્રિસ્પી થાય.

6 / 6
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. હવે બટાટાના ગોળાને ચણાના ખીરામાં ડીપ કરી મધ્યમ આંચ પર તળી લો. બટાટા વડા બંન્ને બાજુથી ગોલ્ડન થઈ જાય ત્યારે બહાર કાઢીને ગરમા ગરમ ચટણી સાથે સર્વે કરો. ( Image - Getty Images )

Next Photo Gallery