Makar Sankranti 2025 : પતંગ ઉડાડતી વખતે બાળકોનું ખાસ ધ્યાન રાખો, અપનાવો આ ખાસ બાબતો

|

Jan 13, 2025 | 2:16 PM

મકરસંક્રાતિના તહેવારની નાના બાળકોથી લઈ યુવાનો તમામ રાહ જોઈને બેઠા હોય છે. ઉતરાયણના દિવસે નાની ભૂલ પણ મુશ્કેલીમાં મુકી શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, પતંગ ઉડાવતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જરુરી છે.

1 / 6
મકરસંક્રાતિનો તેહવાર નવા વર્ષનો પહેલો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર પર પતંગ ઉડાડવાની પણ પરંપરા છે. ઉત્તરાયણના દિવસે આકાશમાં માત્ર પતંગ જ જોવા મળે છે.આ દિવસે માત્ર બાળકો જ નહીં પરંતુ વડીલો પણ પતંગ ઉડાવવામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

2 / 6
 પરંતુ કેટલીકવાર નાની ભૂલના કારણે પતંગબાજી બાળકોથી લઈને મોટા સુધી દરેકને મુશ્કેલીમાં મૂકે છે.મકરસંક્રાતિના દિવસે જ્યારે તમે પણ પતંગ ઉડાડવા માટે અગાશી પર જઈ રહ્યા છો તો આ વાતનું જરુર ધ્યાન રાખજો.

3 / 6
સૌથી પહેલા તો પતંગ ઉડાવતા પહેલા તમે સ્થળ યોગ્ય પસંદ કરી લો, એક વાત ખાસ ધ્યાન રાખવી કે, જો તમે અગાશી પર પતંગ ચગાવી રહ્યા છો તો બાઉન્ડ્રી વોલ હોય. ત્યાં જ પતંગ ચગાવો. બાઉન્ડ્રી વોલ વિના ધાબા પરથી પતંગ ઉડાડતી વખતે પડવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

4 / 6
પતંગ ઉડાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારે ચાઈનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. જેનાથી શરીરમાં કટ લાગવાનો ચાન્સ વધી જાય છે. તેનાથી પક્ષીઓ પણ ગંભીર રીતે ઘાયલ થાય છે.

5 / 6
પતંગ ઉડાવતી વખતે હાથમાં ગ્લોવ્ઝ પહેરો, ઘણી વખત, દોરીને કારણે ખૂબ જ તીક્ષ્ણ કાપા થઈ જાય છે, ઘણા પક્ષીઓ પતંગની દોરીમાં ફસાઈને મૃત્યુ પામે છે, આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે જ્યારે પતંગ કાપવામાં આવે ત્યારે તમારે તેની દોરી એકઠી કરીને ડસ્ટબીનમાં ફેંકી દેવી જોઈએ.

6 / 6
 બાળકો ધાબા પર પતંગ ઉડાવવા માટે એકલા જાય છે. આવી સ્થિતિમાં, આવા ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે જેમાં બાળકો છત પરથી પડી જાય છે. તેથી ઘરના વડીલોએ બાળકો સાથે રહેવું જોઈએ અને તેમની સંભાળ રાખવી જોઈએ. જો તમે ઇચ્છો તો, તમે તમારા બાળકોને પતંગ ઉડાડવા માટે ટેરેસને બદલે કોઈ ખુલ્લી જગ્યા જેવી કે પાર્ક વગેરે પર લઈ જઈ શકો છો.

Next Photo Gallery