Mahindra Scorpio N Pickup: ડેબ્યૂ પહેલા મહીન્દ્રાએ આપી ઝલક, Toyota Hilux ને આપશે ટક્કર!

મહીન્દ્રાએ પોતાની મોસ્ટ અવેટેડ સ્કોર્પિયો એન આધારિત પ્રીમિયમ લાઇફસ્ટાઇલ પિકઅપ ટ્રકની પ્રથમ સત્તાવાર ઝલક રજૂ કરી દીધી છે. જાણો 14 ઓગસ્ટે થનારા ગ્લોબલ ડેબ્યૂ પહેલા તેના ફીચર્સ અને લુક વિશે.

| Updated on: Aug 12, 2026 | 8:07 PM
1 / 9
મહીન્દ્રાએ 14 ઓગસ્ટે થનારા ગ્લોબલ ડેબ્યૂ અગાઉ પોતાની આતુરતાપૂર્વક રાહ જોવાયેલી Scorpio N આધારિત પિકઅપ ટ્રકની સત્તાવાર ઝલક (Teaser) જાહેર કરી છે. વર્ષ 2023 માં રજૂ કરવામાં આવેલા 'Global Pik Up' કોન્સેપ્ટનું આ પ્રોડક્શન મોડેલ છે, જેના દ્વારા મહીન્દ્રા પ્રીમિયમ લાઇફસ્ટાઇલ પિકઅપ સેગમેન્ટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. નવા ટીઝરમાં કારના એક્સટીરિયર અને ઇન્ટીરિયરના કી-એલિમેન્ટ્સ સામે આવ્યા છે, જ્યારે તેની સંપૂર્ણ ટેકનિકલ વિગતો ગ્લોબલ ડેબ્યૂ દરમિયાન જાહેર કરવામાં આવશે.(Image From: Autocar india)

2 / 9
આ પિકઅપ ડિઝાઇનના મામલે સ્કોર્પિયો એન જેવો જ બોલ્ડ લુક ધરાવે છે, પરંતુ તેમાં લાંબી બોડી અને અલગથી કાર્ગો બેડ (સામાન મૂકવાની જગ્યા) આપવામાં આવી છે. અગાઉ જોવા મળેલા સિંગલ-કેબ ટેસ્ટ મોડેલથી અલગ, આ ટીઝરમાં ડબલ-કેબ કન્ફિગરેશન કન્ફર્મ થયું છે, જે પેસેન્જર સ્પેસ અને યુટિલિટી બંને ઇચ્છતા ગ્રાહકો માટે અનુકૂળ રહેશે. (Image From: Autocar india)

3 / 9
સ્કોર્પિયો એનથી પ્રેરિત રફ-એન્ડ-ટફ એક્સટીરિયર: કારનો આગળનો હિસ્સો સ્કોર્પિયો એન જેવો જ છે પરંતુ તેમાં કેટલાક ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે: સ્લિમ LED હેડલાઇટ્સ સાથે L-શેપના LED DRLs, બમ્પર પર નીચેની તરફ વર્ટિકલ LED ફોગ લેમ્પ્સ, મહીન્દ્રાના ટ્વિન પિક્સ (Twin Peaks) લોગો સાથે હેક્સાગોનલ ગ્રીલ, લોગોની બિલકુલ નીચે ફ્રન્ટ કેમેરો, જે 360-ડિગ્રી કેમેરા સિસ્ટમની હાજરી સૂચવે છે. પાછળના ભાગે મોટો લોડ બેડ અને ગેટ પર મોટા અક્ષરોમાં લખેલું 'Mahindra',  C-શેપની LED ટેલ-લાઇટ્સ, જે તેને સ્કોર્પિયો એન SUV થી અલગ ઓળખ આપે છે. (Image From: Autocar india)

4 / 9
ડિજિટલ ફીચર્સથી સજ્જ પ્રીમિયમ કેબિન: સ્કોર્પિયો એન પિકઅપ કોઈ સાધારણ કોમર્શિયલ વાહન નથી. ટીઝર અનુસાર તેના કેબિનમાં પોટ્રેટ-ઓરિએન્ટેડ મોટું સેન્ટ્રલ ટચસ્ક્રીન, ડિજિટલ ડ્રાઇવર્સ ડિસ્પ્લે અને થ્રી-સ્પોક સ્ટીયરીંગ વ્હીલ આપવામાં આવ્યું છે. (Image From: Autocar india)

5 / 9
ડેશબોર્ડ પર ક્લાઇમેટ કન્ટ્રોલ માટે રોટરી નોબ્સ અને ડેડિકેટેડ ડ્રાઇવ-મોડ સિલેક્ટર આપવામાં આવ્યા છે. મહીન્દ્રાએ આમાં સંપૂર્ણ ટચસ્ક્રીન ને બદલે ફિઝિકલ અને ડિજિટલ કન્ટ્રોલ્સનું મિશ્રણ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોન્સેપ્ટ મોડેલ વખતે મહીન્દ્રાએ લેવલ 2 ADAS (ઓટોનોમસ ડ્રાઇવિંગ), સેમી-ઓટોમેટિક પાર્કિંગ, 5G કનેક્ટિવિટી અને સનરૂફ જેવા ફીચર્સની જાહેરાત કરી હતી, જેમાંથી પ્રોડક્શન મોડેલમાં કયા ફીચર્સ મળશે તે જોવું રસપ્રદ રહેશે. (Image From: Autocar india)

6 / 9
શક્તિશાળી એન્જિન અને 4WD સિસ્ટમ: અધિકૃત એન્જિન સ્પેસિફિકેશન્સ ડેબ્યૂ સમયે જાહેર થશે, પરંતુ મહીન્દ્રાની અગાઉની જાહેરાત મુજબ આ પિકઅપમાં સેકન્ડ જનરેશન ઓલ-એલ્યુમિનિયમ mHawk ડીઝલ એન્જિન મળશે. જેમાં 6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળશે. (Image From: Autocar india)

7 / 9
ઓફ-રોડિંગ માટે ફોર-વ્હીલ ડ્રાઇવ (4WD) ની સાથે મડટ્રેન, સેન્ડ, ગ્રાસ-ગ્રેવલ-સ્નો જેવા ડિફરન્ટ ડ્રાઇવ મોડ્સ પણ આપવામાં આવશે. આ ઉપરાંત, પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારો માટે 2.0-લીટર mStallion ટર્બો-પેટ્રોલ એન્જિન પણ ઉપલબ્ધ કરાવી શકાય છે. (Image From: Autocar india)

8 / 9
લાંબો વ્હીલબેઝ અને ગ્લોબલ સેફ્ટી સ્ટાન્ડર્ડ: આ પિકઅપ સ્કોર્પિયો એનના પ્લેટફોર્મ પર આધારિત છે પરંતુ કાર્ગો એરિયા માટે તેમાં વધુ લાંબો વ્હીલબેઝ આપવામાં આવ્યો છે. આ વાહન નેક્સ્ટ જનરેશન લેડર-ફ્રેમ આર્કિટેક્ચર પર તૈયાર કરાયું છે, જે ગ્લોબલ ક્રેશ-ટેસ્ટના કડક ધોરણોને ધ્યાન પર રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. (Image From: Toyota india)

9 / 9
Toyota Hilux ને આપશે સીધી ટક્કર: ભારતીય બજારમાં આ પિકઅપને Toyota Hilux ના વધુ પરવડે તેવા (Affordable) વિકલ્પ તરીકે ઉતારવામાં આવે તેવી શક્યતા છે. મહીન્દ્રા પાસે બોલેરો કેમ્પર જેવા કોમર્શિયલ પિકઅપ્સનો બહોળો અનુભવ છે, પરંતુ સ્કોર્પિયો એન પિકઅપ એ પર્સનલ કાર બાયર્સ માટેની પ્રીમિયમ ઓફર છે. આ વાહન પોતાના દમદાર લુક, 4WD ક્ષમતા, લેટેસ્ટ ટેકનોલોજી અને સ્પર્ધાત્મક કિંમતના કારણે લાઇફસ્ટાઇલ પિકઅપ સેગમેન્ટમાં ક્રાંતિ લાવી શકે છે. (Image From: Toyota india)

Published On - 7:15 pm, Wed, 12 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.