Dhoni Looks: મહેન્દ્રસિંહ ધોનીના અવનવા લુક, જુઓ તેના લુકની વાયરલ તસવીરો
મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) આઈપીએલની સિઝન કે ક્રિકેટની મોટી ટુર્નામેન્ટમાં મોટે ભાગે તેના લુકમાં થોડો અલગ અંદાજ અપનાવતો રહેતો હોય છે. આમ તેના લુકને લઈને તે અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે.
1 / 12
મહેન્દ્રસિંહ ધોનીનો નવો લુક વાયરલ થતાં જ ફેન્સ ચોંકી જાય છે. કારણ કે એમએસ ધોની દરેક વખતે તેના વાળ સાથે કંઈક અલગ કરે છે.
2 / 12
ધોની જ્યારે ક્રિકેટમાં આવ્યો હતો, ત્યારે તેના લાંબા વાળા ચાહકોના આકર્ષણનું કેન્દ્ર હતુ. 2004માં ડેબ્યુ કરનારા ધોની 2005 સુધી ફેન્સના દિલમાં સ્થાન જમાવી ચુક્યો હતો.
3 / 12
મહેન્દ્રસિંહ ધોની તેના લુકને લઈને અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે. તે પોતાના વાળનો નવો લુક કરે તો તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતો રહે છે અને તે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
4 / 12
ધોની આમ તો આઈપીએલની સિઝન કે ક્રિકેટની મોટી ટુર્નામેન્ટની આગળ પાછળ મોટે ભાગે તેના લુકમાં થોડો અલગ અંદાજ અપનાવતો રહેતો હોય છે. આઈપીએલની સિઝન 13માં પણ તે થોડોક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આમ તેના લુકને લઈને તે અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે.
5 / 12
ધોનીનો ડેબ્યુ લુક પણ જબરદસ્ત લાગી રહ્યો હતો. ફેન્સને તેનો આ લુક ખૂબ પસંદ આવ્યો હતો.
6 / 12
ધોની નવા લુકમાં બૌદ્ધ (Buddhist) ભિક્ષુકના ડ્રેસીંગમાં જોવા મળી રહ્યો છે. જોકે તેના ડ્રેસિંગ કરતા તેના મુંડન વાળા ચહેરાથી વધારે આશ્ચર્ય ચાહકોને થયુ છે.
7 / 12
ધોની પહેલાથી જ બાઈક રાઈડીંગનો શોખીન છે તેની પાસે બાઈકનું પણ કલેકશન છે, તેનો બાઈક રાઈડીંગ ડ્રેસીંગ સાથેનો આ લુક પણ જબરદસ્ત લાગે છે. તેણે હાર્લી ડેવિડસનની રાઈડ કરી હતી.
8 / 12
ધોનીએ પ્રભુદેવા સાથે મળીને લુંગી પહેરીને ડાન્સ કર્યો હતો. વર્ષ 2016માં બંનેએ એક ટુ વ્હીલરના પ્રમોશન દરમિયાન લુંગી ડાન્સ કર્યો હતો.
9 / 12
કપડાના મામલામાં ધોનીનો ટેસ્ટ એકદમ અલગ છે. પેન્ટ, શુટ હોય કે જેકેટ, ધોની દરેક લુકને કોન્ફિડેન્ટલી કેરી કરે છે. આમ પણ ધોનીને જેકેટસનો ખૂબ શોખ છે અને તેની પાસે જેકેટનું ખુબ મોટુ કલકેશન છે.
10 / 12
વર્ષ 2011માં ફેન્સ ધોનીનો પણ નવો લુક જોઈને હેરાન રહી ગયા હતા. ધોનીએ પોતાનુ પુરુ માથુ મુંડન કરાવી દીધું હતું. કહેવામાં આવે છે કે, વિશ્વકપ જીતવાને લઈને તેણે મન્નતને લઈને આમ કર્યુ હતુ.
11 / 12
ધોનીને મેદાન પર વિદાય મેચ રમવાની તક મળી છે. વર્ષ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. 15 ઓગસ્ટ 2020માં તેણે ટી20 અને વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. માહીના આ નિર્ણયથી તેના ચાહકો પણ પરેશાન થયા હતા.
12 / 12
જ્યારે ધોની ભારતીય સેનામાં જોડાયા તો તેણે પોતાના વાળ કપાવીને નાના કરી દીધા હતા. વાળ ઉપરાંત તેના ગ્રે શેડ બિયર્ડે પણ સૌને આશ્ચર્યમાં મુક્યા હતા. તેમના તે લુકને જોઈને પણ લોકો હેરાન થઈ ગયા હતા.