
ફંકી ખાદી આઉટફિટ - જો કે ખાદીના કપડાં દરેક સિઝનમાં સ્ટાઇલિશ લાગે છે. ખાસ પ્રસંગોએ તમે ડાર્ક અને ફંકી રંગના ખાદીના પોશાક પહેરી શકો છો. આ સાથે ખાદી હેન્ડવર્ક અથવા સિલ્ક લહેંગા સાથે ખાદી બ્રાઇડલ આઉટફિટ પણ તમારા દેખાવને સુંદર બનાવશે.

વિવિધતાની કાળજી લો - સમયની સાથે ખાદીમાં અનેક રંગો અને વેરાયટી આવી છે. તમે એથનિકથી લઈને કેઝ્યુઅલ આઉટફિટ્સ પસંદ કરી શકો છો. આ સિવાય ખાદીના લાંબા ફ્રોક્સ, સિલ્કની સાડીઓ અને ખાદી કુર્તા પણ લુકને વધુ સ્ટાઇલ આપી શકે છે.

એસેસરીઝ - એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ખાદીના આઉટફિટ્સ સાથે એક્સેસરીઝની પસંદગી કાળજીપૂર્વક કરો. સિલ્ક સાડી અથવા લહેંગા સાથે ચોકર સેટ ખાદીને વધુ સુંદર બનાવશે.

મેકઅપ કેવો કરવો - ખાદીના મોટાભાગના પોશાક ડાર્ક શેડમાં આવતા નથી. હળવા રંગની ખાદી આઉટફિટને કોપ્લીમેન્ટ બનાવે છે. તેથી આવા આઉટફિટ સાથે લાઈટ કે ન્યુડ મેકઅપ લુક વધુ સારો લાગશે.(Credit source : Social media)